________________
૩૨૬
લવ યુ ડોટર
દિનકભાઈએ આનું રહસ્ય પૂછ્યું.
એમણે કહ્યું,
“આ પદ્ધતિના ચાર ફાયદા છે.
(૧) પીરસાતી થાળીઓને બદલે પોતાના ભાણામાં ધ્યાન રહે.
(૨) રસોઈ બનાવનારનો આનંદ કુટુંબીજનોને હોંશે હોંશે ખાતા જોવાનો હોય.
(૩) તમે માંગીને મેળવો એના કરતા માંગ્યા વિના જ તમારી જરૂરિયાત સમજી કોઈ પીરસે એ બેમાં ઘણું અંતર છે.
(૪) સંયુક્ત પરિવારમાં જુદી જુદી વહુઓ સાથે જ જમવા બેસે એટલે મનમાં વારો-તારો ન રહે.
મારા પિતાજીએ મને આ વાત સમજાવેલ જેને હું પોતાના અનુભવથી બરાબર સમજી શક્યો છું.”
મારી વ્હાલી,
પોતાના હાથે બનાવેલી રસોઈ સ્વજનોને પીરસવાનો
ને તેમને જમતા જોઈને અપૂર્વ આત્મસંતોષ અનુભવવાનો
જે આનંદ છે
તેને નારી જ સમજી શકે છે.
હિતશિક્ષા છત્રીશીમાં
સ્ત્રીને સંબોધીને કહ્યું છે
સહુને જમાડી જમીએજી.
બેટા,
એવી સ્ત્રી
સરળતાથી સહુનો પ્રેમ જીતે છે.
પોતે વહેલા જમી લેનાર સ્ત્રી
વધુ જમે છે તેવું નથી.