________________
૨૫૮
લવ યુ ડોટર સ્નેહ, સમર્પણ, ત્યાગ, બાંધછોડ અને સહનશીલતા આ બધાં તેના મહત્ત્વના પાસા છે. પુરુષને પ્રકૃતિએ બહિર્મુખ સ્વભાવ આપ્યો છે. તેમાં અહંકાર, મહત્ત્વાકાંક્ષા, જીદ, ગુરુતાગ્રંથિ અને આધિપત્યની ભાવના હોય છે. સ્ત્રી માથું ઉંચકે એ ક્ષણે એનામાં પૌરુષ પ્રગટે છે પુરુષ માથું ટેકવી દે ત્યારે એનામાં સ્ત્રીત્વ પ્રગટે છે. આ સ્વભાવવિરુદ્ધ ચેષ્ટા છે જેનાથી શારીરિક, માનસિક, પારિવારિક અને સામાજિક સમસ્યાઓ જન્મે છે. નવી વિચારણાઓના પૂરમાં તર્ક છે. સામ્યતાનો આગ્રહ છે. ઉપરછલ્લી દૃષ્ટિએ બધાંના મગજમાં બેસી જાય એવી રજૂઆત છે. | say welcome. No objection. શરત એટલી જ, કે એનાથી બધાનું ભલું થતું હોવું જોઈએ. એનાથી દુનિયા સુખી થતી હોવી જોઈએ. પણ એવું તો થયું નથી. ઉલ્ટ પરિસ્થિતિ બગડી ગઈ છે. નિષ્ફળ લગ્નો અને છૂટાછેડાઓનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ઘર ઘરમાં ઘર્ષણ, ખેંચતાણ અને ઝગડાં એક common problem બની રહ્યા છે.