________________
SOCIETY
૧૧૩
સદીઓની પરંપરાથી આવેલો સ્વસ્થ સમાજ છે અને બીજી બાજુ નવી વિચારણાઓના પૂર છે. મને તારા પર વિશ્વાસ છે બેટા, કે તું એમાં તણાઈ નહીં જાય. તું કદી પણ છાટકી છોકરીઓની જેમ
Just for fun
Enjoy and forget મજા ખાતર મજા અને પછી ભૂલી જવાનું, આવી છીછરી વૃત્તિનો ભોગ નહીં બને. જે વસ્તુ ગંભીરતાનો અને જવાબદારીનો વિષય છે એને તું એ રીતે જ સમજીશ. Am I right my dear ? O my wise daughter.
નવી વિચારણાનું એક પૂર આ છે – Live in relationship આધુનિક યુવતીને લગ્ન અને પતિ નથી જોઈતા She argues - 'Why Responsibility ?' જવાબદારી ન જોઈએ, એના કરતાં Live in Relationship શું ખોટી ? એક છત નીચે પતિ-પત્ની તરીકે સાથે રહી શકાય. કોઈ રિવાજ શરતનું પાલન નહીં કરવાનું. આનું પણ વધુ આધુનિક રૂપ છે –