________________
૧૪૮
લવ યુ ડોટર કે હજુ પણ આ બાબતમાં કંઈક કહેવા માંગું છું. એક છોકરી ઘરથી કૉલેજ સુધી જાય, ત્યાં સુધીમાં રોજ કેટલાંક છોકરાઓ એની સામે કોમેન્ટ્સ કરે, સીટી વગાડે. છોકરીએ પપ્પાને ફરિયાદ કરી. પપ્પાએ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરી. ઇન્સ્પેક્ટરે પોતાના માણસોને સાદા કપડાંમાં On the way ઊભા રાખી દીધાં. એ માણસોએ તે છોકરાઓને પકડી લીધાં. પોલીસ સ્ટેશનમાં તેમને હાજર કરાયા. ઇન્સ્પેક્ટરે તેમને સખત ચેતવણી આપી અને દંડ વસૂલ કરીને છોડી દીધાં. બીજા દિવસે ફરી એ જ સ્થિતિ ઊભી થઈ ઇન્સ્પેક્ટરે એ છોકરીના પપ્પાને કહ્યું કે,
તમારી દીકરી જે કપડાં પહેરીને કૉલેજમાં જાય છે, તે જ કપડાંમાં તેને અહીં બોલાવો.” છોકરી આવી. ઇન્સ્પેક્ટરે એને જોઈ અને પોતાની સાથે એમને કારણ સમજાઈ ગયું. છોકરીના પપ્પાને એમણે કહી દીધું, કે, “તમારી દીકરી કૉલેજમાં જાય છે? કે ફેશન શૉમાં? જો એ આવો જ ડ્રેસ પહેરીને કૉલેજ જવાની હોય, તો પછી જે પણ ઘટના ઘટે એના માટે ફરિયાદ કરવાનો કોઈ જ અર્થ નથી રહેતો.”