________________
EARNING
આ સ્થિતિમાં જે થાય
એ થઈ જ રહ્યું છે.
મારી દીકરી,
તારે સમજણના રસ્તે ચાલવાનું છે.
આંખ આડા કાન કરવા
પડશે એવા દેવાશે’ કરવું
‘હવે તો એવું બધું ચાલે’ કરવું
આ બધો સમજણનો રસ્તો પણ નથી
અને સુખનો રસ્તો પણ નથી.
થોડા દિવસો પહેલા
સુરતમાં એક ઘટના ઘટી.
વીસ વર્ષની એક કન્યાએ
અગિયારમા માળથી ઝંપલાવીને આપઘાત કર્યો.
Why ?
એ જ્યાં નોકરી કરવા જતી હતી,
ત્યાં કામ કરતા એક યુવક સાથે
એને પ્રેમ થઈ ગયો હતો.
એના પિતાએ એને બે Options આપ્યા હતાં.
યા આ સંબંધ છોડી દેવો.
યા ચાર વર્ષ રાહ જોવી.
એણે ત્રીજો વિકલ્પ પસંદ કર્યો.
બેટા,
આપણો સ્વભાવ એવો છે,
કે જે નજીક હોય, એના પ્રત્યે આપણે ઢળવા લાગીએ.
આને પ્રેમ ન કહેવાય.
પ્રેમ તો ઊંડી સમજણ છે.
૧૮૩