________________
11 SECRETS
૧૪૫
મારી વ્હાલી, વ્યક્તિ અને સમષ્ટિ બંનેનું સુખકારક અને હિતકારક સાત્ત્વિક દર્શન જ છે. એ છે પરમાત્માનું દર્શન. સત્સંગનું દર્શન. કુદરતના પ્રેરણાદાયી દશ્યોનું દર્શન. બેટા, તારા સંગથી તારી બે-પાંચ બહેનપણી પણ ટી.વી., મૂવી, નેટ ને મોબાઇલથી મુક્ત થઈ જશે, તો મને તારા માટે ગૌરવ થશે. કમ સે કમ તું પોતે આ બધી ગંદકીઓથી દૂર રહીશ, તો એ પણ મારા માટે એક અણમોલ ભેટ હશે. જીવનભરના હાશકારાની અને એક ઊંડા આત્મસંતોષની.
છગન પોલીસ ચોકીમાં ફરિયાદ લખાવવા ગયો. ચોરી થયેલ વસ્તુઓનું લાંબુ-લચક લિસ્ટ લખતાં લખતાં પોલીસ થાકી ગયો. એણે ટૂંકમાં લખાવવા કહ્યું, છગન કહે, T.V. સિવાય બીજું બધું ચોરાઈ ગયું છે. પોલીસે સહજ પ્રશ્ન કર્યો - TV કેમ ન ચોરાઈ ગયું? છગન કહે – એ તો હું જોતો હતો.