________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સાતમે.
હીમના પાણીના ગુણ, हैमं धनं च मधुरं च कफात्मकं च મૂર્ણાશ્રમતિરામને અમારા જા पित्तासृजः प्रशमनं रुधिरक्षतघ्नं शान्ति करोति हिमसम्भववारि सद्यः॥
इति धारकारतोषारहैमजलगुणाः । બરફનું પાણી જાડું, મધુર, કફ કરનારું, મૂછ અને શ્રમની પીડાને શમાવનારું, બ્રમને નાશ કરનારું, પિત્તાને શમાવનારું, અને લેહીના તથા ક્ષતના રોગને હણનારું છે. એવું બરફથી ઉત્પન્ન થયેલું પાણી તકાળ શાંતિ કરે છે.
પૃથ્વી પરના પાણીના આઠ પ્રકાર धारं पृथिव्यां पतितं पयस्तु तत्रैव जातं गुणभेदभिन्नम् । नानाविधैर्भदगुणैश्च सम्यक् जातं जलं चाष्टविधं वदन्ति ॥ नद्यौद्भिदं प्रास्रवणं च चौड्यं कौपं ताडागं सरसोद्भवं च । वाप्युद्भवं तत्प्रवदन्ति धीरा नीरं समासेन वदन्ति चात्र ॥
મેઘની ધારાનું જે જળ પૃથ્વી ઉપર પડેલું છે તે જળ તે સ્થાન નના યોગ જૂદા જૂદા ગુણવાળું થાય છે અને તેથી તેના જૂદા જૂદા ભેદ પડે છે અને એવી રીતે અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ગુણોએ કરીને તે પાણી આઠ પ્રકારનું થાય છે એમ કહે છે. તે આઠ પ્રકારનાં નામ: - દીનું જળ, ઉભિદ ખડકનું પાણી, પ્રાસ્તવણ એટલે ઝરણનું પાણી, ચૌથ એટલે ખેદેલાં વેહેળિયાનું પાણી, કૌપ એટલે કૂવાનું પાણી, તાવાગે એટલે તળાવનું પાણી, સારસ એટલે સરોવરનું પાણી, અને વાયુદક એટલે વાવનું પાણી. એવી રીતે ધીર એવા વૈદ્યોએ આઠ પ્રકારનાં પાણી કહ્યાં છે તેના ગુણદોષ અહીં સંક્ષેપમાં કહીએ છીએ.
નદીના પાણીના ગુણ, यत् श्रीमतां चैव महीपतीनां सेव्यं तथा योग्यतमं प्रदिष्टम् । नादेयमंभो मधुरं लघु स्याद् रूक्षं तथोष्णं शमनं च वायोः॥
For Private and Personal Use Only