________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
હારીતસંહિતા.
અશે રેગમાં, કમળામાં, શોષ રેગમાં, પ્રમેહમાં, ગુલ્મ રેગમાં, પાંડુ રોગમાં, હલીમક નામે રેગમાં, વાયુમાં, પિત્તરામાં અને રાજક્ષયમાં ગોળ રૂચિ આપનારે અને રોગ હરનારે છે.
कासे शोषे गुडो नेष्ट अन्यत्रापि हितो मतः। योगयुक्तोऽपि सर्वत्र हितो गुणगणालयः।
ખાંસીમાં અને શેષ રોગમાં ગોળ હિતકર નથી; બીજા રોગમાં તે હિતકર છે. ઘણા ગુણવાળે ગોળ ઔષધિના યોગ સાથે જેલ છે ત્યારે તે સર્વ જગાએ હિત કરનાર છે.
क्षीणः क्षामक्षतगुदरुजां श्वासमूर्छातुराणामध्वश्रान्तिश्रममदविषे मूत्रकृच्छाश्मरीणाम् । जीर्णक्षामज्वरविषमगे रक्तपित्तप्रकोपे
तृष्णादाहक्षयरुधिरगे सर्वरोगान् निहन्ति ॥
જે પુણે ક્ષીણ થઈ ગયા છે, જેઓનાં શરીર સૂકાઈ ગયાં હોય, જેમને કાંઈ ક્ષત થયું હેય (વાગ્યું હોય અને તેથી ઘા પડ્યો હાય), જેમને અર્શ રેગ થયો હોય, જેઓ શ્વાસ અને મૂછથી પીડાતા હૈય, જેઓ માર્ગમાં ચાલવાથી થાકી ગયેલા હૈય, જેમણે કાંઈ મહેનતનું કામ કર્યું હોય, જેમને મીણે કે કેફ ચઢી હોય તથા ઝેર ચડ્યું હોય, જેમને મૂત્ર કે અશ્મરી (પથરી) ને રેગ થશે હોય, જેઓ જીર્ણ જ્વરથી સૂકાઈ ગયા હોય, જેમને વિષમજ્વર થયો હેય, જેમને રક્તપિત્ત પ્રકોપ હોય, જેમને તૃષ્ણા (તરસ), દાહ, ક્ષય અને રૂધિરને રોગ થયો હોય, તેઓના એ સર્વ રોગને ગેળ નાશ કરે છે.
इति आत्रेयभाषिने हारीतोत्तरे इक्षुवर्गो नाम दशमोऽध्यायः ।
* સર્વગ્રાહત: . ૧
For Private and Personal Use Only