________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અડતાલીસમે.
૬૮૫
अष्टचत्वारिंशोऽध्यायः।
નેત્રના રોગની ચિકિત્સા
નેત્રરંગના હેતુ
आत्रेय उवाच। उष्णातिक्षारकटुकैरतिघातेन वा पुनः । सूक्ष्मवस्त्रेक्षणेनापि दोषाः कुप्यन्ति नेत्रजाः ॥ सहजाश्चापराझेया वक्ष्यामि शृणु लक्षणम् ॥
આત્રેય કહે છે,–ગરમ પદાર્થ ખાવાથી, અતિ ખારા અને તીખા પદાર્થ ખાવાથી, આંખ ઉપર વાગવાથી, અને સૂક્ષ્મ વસ્ત્ર યાથી નેત્રમાં રહેલા દેષ કોપે છે. એ દષમાના કેટલાક સહજ એટલે જન્મ સાથેના હેય છે તથા કેટલાક દેષનાં કારણોથી ઉપજેલા હોય છે, તેમનાં લક્ષણો હું તને કહું છું તે સાંભળ.
નેત્રરોગના લક્ષણ रूक्षं स कण्डू तोदं च शुष्कं शीताश्रुसंप्लतम् । वातिकं तं विजानीयात् पैत्तिकं शृण्वतः परम् ॥ सरक्तं च सदाहं चाप्युष्णस्रावं च पैत्तिकम् । शोफकण्डूसमायुक्तं शीतजाड्यात्कफात्मकम् ॥ द्वन्द्वजमिश्रलिङ्गैश्च सर्वैस्तैः सान्निपातिकम् । एतद्धि लक्षणं ज्ञात्वा चोपचारं शृणुष्व मे ॥
જે નેત્ર રૂક્ષ હોય, જેમાં ચળ આવતી હોય, જેમાં સોયો ઘેચાયા જેવી વેદના થતી હોય, જે સૂકાઈ જતું હોય અથવા ઠંડાં આંસુથી ડૂબેલું રહેતું હોય, એવાં નેત્રને વાત દોષવાળું જાણવું. હવે પિત્તથી બિગાડ પામેલા નેત્રનું લક્ષણ કહું છું તે સાંભળ. જે નેત્ર રક્તસહિત અથવા રાતું હોય, તેમાં દાહ બળતું હોય, તેમાંથી ગરમ પાણી નીકળતું હોય તે તેને પિત્તદોષવાળું જાણવું. જે નેત્રમાં જે અને ચેળ થતી હોય, તથા જે ઠંડું અને જડ માલમ પડતું હોય તેને કફ
For Private and Personal Use Only