________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન--અધ્યાય આઠમ..
શરદ, ગ્રીષ્મ, અને વસંતઋતુમાં દહીં વાતાદિ દોષને ઉત્પન્ન કરનારું છે, માટે હિતકર નથી; વળી રાત્રે દહીં ખાવું નહિ, તેમ ઘી તથા સાકર વિના પણ દહીં ખાવું નહિ. તાવવાળા, રક્તપિત્તવાળા, વીસર્ષ રોગવાળા, કોઢરોગી, પાંડુરંગી, કમળો થયો હોય એવા રોગી, અને વિશેષે કરીને સોજાવાળા, એમણે દહીં ખાવું નહિ. તેમજ રાજયશ્માવાળા, અપસ્માર (ફેફરું) રોગવાળા, પીનસ રેગવાળા અને સળેખમથી પીડાતા રેગીઓને પણ દહીં ખાવું હિતકર નથી.
દહીં ખાવાને વિધિ. हिक्काश्वासार्श प्लीहानामतीसारे भगन्दरे । एतेषां दधि शस्तं स्याल्लवणेन विमूच्छितम् ॥ लवणं दधि भुंजीत भुंजीताप्युदकेन च । तल्लवणांबुसंयुक्तं दधि शस्तं निशि ध्रुवम् ॥
તિ મગનવિધિઃ હેડકી, શ્વાસ, અર્શ, પ્લીહ, અતીસાર અને ભગંદર, એ રેગવાળાઓને લવણ સાથે મેળવીને દહીં ખાવા આપવું હિતકારક છે. જે દહીં ખાવું હોય તે લવણ અને દહીં ખાવું અથવા પાણી સાથે મેળવીને દહીં ખાવું કેમકે પાણી અને લવણ સાથે મેળવેલું દહીં રાત્રે ખાવું હિતકર છે.
ગાયની છાસના ગુણ गव्यं त्रिदोषशमनं पथ्ये श्रेष्ठं तदुच्यते । दीपनं रुचिकृहृद्यमर्शोजठररोगहृत् ॥
इति गव्यतक्रगुणाः। ગાયની છાશ ત્રણે દેષને શમાવનારી અને તે પથ્થમાં શ્રેષ્ઠ કહેવાય છે. વળી તે જઠરાગ્નિનું ઉદ્દીપન કરનારી, રૂચિ ઉત્પન્ન કરનારી, હૃદયને હીત કરનાર અને અર્શ તથા જઠરના વ્યાધિને હરનારી છે.
ભેંશની છાશના ગુણ माहिषं कफकृत् किञ्चिद्धनं शोफकरं नृणाम् । शस्तं प्लीहार्थीग्रहणीदोषेऽतीसारिणामपि ॥
इति महिषीतकगुणाः ।
For Private and Personal Use Only