________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૨
હારીતસંહિતા.
વળી સાકરસાથે દહીં મેળવીને તેને ઓઠ ઉપર લેપ કર. ઓઠમાં લેહી ભરાવાથી એને રેગ થયેલ હોય તે આઠનું લોહી કાઢી નંખાવિવું, તથા પછી ધાવડે, સાદડ, અને કંદબની છાલનો લેપ કરે જેથી સુખ ઉપજે છે.
દાંતના રોગ, कृष्णा दन्तावलिय॑स्य दन्तमूलं च वातिकात् । चलनं वा प्रदृश्येत वातिकं च विनिर्दिशेत् ॥ पैत्तिकात्पीतता दाहं दन्तमांसे विनिर्दिशेत् । श्लैष्मिके दन्तरोगे' च शोफः स्याच्छेतता भृशम् ॥ रक्तजे जायते कण्डू रक्तस्रावश्व दृश्यते । शीर्यते दन्तमांसं च रक्ते दन्तपुटे तथा ॥ सच्छिद्रं दन्तमूलं च सबलं शूलमेव च । दन्तमांसं विशीर्यंत क्रिमिजा दन्तरुग्भवेत् ॥
જે મનુષ્યની દાંતની હાર તથા દાંતનાં મૂળ વાયુના રોગને લીધે કાળાં પડી ગયાં હોય તથા દાંત હાલી ઊઠયા હોય તેને વાયુથી થયેલા દંતને રોગ જાણે. પિત્તથી દાંતને રોગ થયો હોય તે દાંતનું માંસ પીળું પડી જાય છે તથા તેમાં દાહ થાય છે. જે કફના કારણથી દાંતનો રોગ થયો હોય તે તે ઉપર સોજો થાય છે તથા તે અત્યંત ધળા થઈ જાય છે. લેહીથી થયેલા દાંતના રોગમાં ચળ આવે છે તથા તેમાંથી લોહી એવે છે. વળી દાંતનું માંસ સરી પડે છે અને દાંતનાં અવાળ રાતાં થઈ જાય છે. જે કૃમિથી દાંતની પીડા થઈ હોય તે દાંતના મૂળમાં કાણું પડી જાય છે તથા તેમાં અત્યંત કળતર થાય છે. વળી દાંતનું માંસ પણ સરી પડે છે.
દાંતના રોગના ઉપાય, वचायवानीसहचित्रकेण सिन्धूत्थविश्वासहसिन्धुवारम् । कल्कं तथोष्णं च सदन्तरोगे मुखे च गण्डूषशतानि पंच ॥
१ पाके प्र. १-२
For Private and Personal Use Only