________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
હારીતસંહિતા.
જે પિત્તથી અરેચક થે હોય તે રોગીને પ્રથમ વમન કરાવવું એ રૂચિ ઉપજાવનારું છે. વમન કરાવ્યા પછી આ નીચે કહેલું પીપર વગેરેનું ચૂર્ણ ચાટવું. તે ચર્થ આ પ્રમાણે–પીપર, પિત્તપાપડે, જવની ભસ્મ, વાવડીંગ, અને હીંગ, એ ઔષધનું ચૂર્ણ કરીને તેવો દાંત તથા મુખની અંદર ઘસવું; કેમકે તે ફાયદો કરે છે. પિત્તના અરોચકવાળાને વમન કરાવવા માટે હસ્તી કરંજ, રાસ્ના, સિંધવ અને સુંઠ એ ઔષધના ચૂર્ણમાં ગોળ નાખીને રેગીને પાવું; કેમકે તેથી વમન થઈને બગડેલું પિત્ત નીકળી જવાથી અરૂચિ મટે છે. કફથી ઉત્પન્ન થયેલા સઘળા અરેચક રોગમાં ધાણા, જેઠીમધ, અને ગેળને કવાથ કરીને રેગીએ વમન કરવા માટે પીવો એ હિતકારક છે. તેમજ કાકાસીંગ, અતિવિખ, એ બેના ચૂર્ણમાં મધ મેળવીને મેઢામાં ઘસવું. જે વાયુથી થયેલો અરોચક રોગ હોય તો, ગરમાળો, સાદડ અને ધાવડે એ ઔષધોને કવાથ કરીને તેમાં સિંધવ નાખીને તે પીવો અને વમન કરવું તેથી રૂચિ ઉત્પન્ન થશે. તથા વાયુથી ઉત્પન્ન થયેલા અરૂચિ - ગમાં વજ અને સિંધવનું ચૂર્ણ ખાટી કાંજીમાં મેળવીને તે મેંમાં ઘસવું. જે વાયુનું જોર વધારે હોય તે ખાટી છાસમાં જવખાર નાખીને તેના કોગળા ભરવા તે હિતકારક છે. ક્રોધાદિકથી થનારા સાધારણ અરેચકમાં વજ, પીપર, તુળસી, અને પટેળ, એ ઔષધને કવાથી કરીને વિધિપૂર્વક પી. તથા પશ્કરે, મોથ, અને પીપરનું ચૂર્ણ મુખમાં ઘસવું.
અરોચક નાશકકિયા, स्वेदाः समीरणे चोक्ता वमनं कफजे स्मरम् । पित्ते विरेकं विहितं त्रिदोषे तु त्रयं मतम् ॥ क्रिया शस्ता मनुष्याणां त्रिदोषारोचकापहा ॥
વાયુથી થયેલા અરોચકમાં નાના પ્રકારના વેદ (પરસેવો) કાઢવાના વિધિ જવા, કફથી થયેલા અરેચમાં વમન કરાવવું; પિત્તના અરેચકમાં વિરેચન આપવું એ હિતકારક છે; અને ત્રણે દોષથી કોપેલા અરેચકમાં ત્રણે વાના કરવાં જોઈએ. એ પ્રમાણે વાતાદિ ત્રણ દે પના અરોચકને દૂર કરનારી ક્રિયા છે અને તે હિતકારી છે.
For Private and Personal Use Only