________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૨
હારીતસંહિતા.
જે દૂતે ભગવાં, કાળાં, કે ભીનાં વસ્ત્ર પહેર્યાં હાય, અથવા જેણે લૂગડાવતી માથું ઢાંકયું હાય, અથવા જેની આંખા આંસુથી ભરાઈ ગઈ હોય, અથવા જેના માથાના કેશ મુંડાવી નાખ્યા હાય, અથવા જેની આંખા માંકડાની આંખો જેવી હાય, જેના માથાના કેશ ઉભા હાય, જે શરીરે ઠીંગણા હેાય, જે વામણા હાય, જેનું નાક કપાયલું હાય, એવા એવા દાને આયુર્વેદ જાણનારા મુનિયા રોગીઓના રોગ નાશ કરવામાં હિતકર જાણતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यः कर्कशः क्रोधनपाशपाणिभिषग्विदुषी तमसावृतश्च । एते न शस्ताः प्रवदन्ति धीरा दूता विकारं परिवर्धयन्ति ||
જે દૂત કઠોર, ક્રોધી, હાથમાં પાશ (ફ્રાંસા) ઝાલેલા એવા, વૈધની નિંદા કરનારા તથા તમેણુવડે યુક્ત એવા હોય તેમને ધીરજવાન વૈદ્યો વખાણતા નથી; કેમકે એવા તે રોગીના રોગમાં વધારો કરનારા છે.
यः काष्ठहस्तो धृतशस्त्रपाणिस्तथातुरो दीनवचो हि रोदिति । प्रक्लिन्ननेत्रो गमनोत्सुकोऽपि वज्र्ज्या रुगार्तो शुभकारिदूतः ॥
જે દૂતના હાથમાં લાકડું હાય, જેણે હાથમાં હથિયાર ઝાલેલું હોય, જે દૂત પીડાયલે તથા દીનવાણીવાળા થઈને રડતા હોય, જે દૂતની આંખ્યામાં પાણી ભરાઈ આવ્યું હાય તથા જે વૈધની પાસેથી જવાને ઉત્કંઠાવાળા હોય, તેમજ જે કૂતરોગથી પીડાતા હોય, તેને અશુભકારી સમજીને તજવા.
यो रज्जुहस्तोद्धृतपाशपाणिर्याम्यां दिशं वा प्रतियाति तूर्णम् । ये वावदीत प्रचलंश्च रोषात्तथा समागच्छति शीघ्रमेव ॥
જે દૂતના હાથમાં દારડી હાય, જેણે હાથમાં પાશ ઝાલીને તેને ઊંચો કર્યો હોય, જે ઉતાવળા ઉતાવળા દક્ષિણ દિશામાં જતા હોય, જે ક્રોધથી આમથી તેમ ચાલતા હાય તથા ક્રોધથી ખેલતા હાય, તેમજ વૈદ્યને ઘેર મેકલેલા છતાં જે તરતજ પાછો આવેછે, એ દૂતને અશુભ જાણવા.
For Private and Personal Use Only