________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછ૪
હારીતસંહિતા.
एभिः संचूर्णितैः सर्वैस्तुल्यं तैलेन संयुतम् । यथाग्नि भक्षयेत् प्रातः रुबुक्काथानुपानवत् ॥ मासमेकं प्रयोगेण सर्ववातामयान जयेत् । एकाङ्गं चैव सर्वाङ्गमूरुस्तम्भं च गृध्रसीम् ॥ कटिपृष्ठास्थिसन्धिस्थमर्दितं चापतन्त्रकम् । ज्वरं धातुगतं जीर्ण नाशयेन्नित्यसेवनात् ॥
તિ સોનપ્રયોગ: બે તેલા કે ચાર તેલા લસણ લઈને તેને સારી રીતે ફૂટવું. પછી હીંગ, જીરું, સિંધવ, સંચળ, સુંઠ, પીપર, મરી, એ સર્વે ઔષધે. સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને લસણની બરાબર ચૂર્ણ લસણમાં મેળવવું, પછી તેમાં તેલ મેળવવું, પછી પિતાના જઠરાગ્નિના બળ ઉપર વિચાર કરીને દરરોજ સવારમાં તેને ખાવું અને તે ઉપર દીવેલા મૂળના કવાથનું અનુપાન પીવું. એવી રીતે એક માસને પ્રયોગ કરવાથી સર્વ પ્રકારના વાતરોગ મટી જાય છે, એકાંગવાયુ, સર્વાગવાયુ, ઉરસ્તંભવાયુ, ગૃધ્રસી નામે વાયુને રોગ, કેડ, પીઠ, હાડકાં, સાંધા, એ જગેએ રહેલે વાયુ, અર્દિતવાયુ, અપતિંત્રક નામે વાયુના રોગ, ધાતુગત જ્વર, જીર્ણજવર, વગેરે રોગે એ ઔષધનું નિત્ય સેવન કરવાથી નાશ પામે છે.
નાગરાદિ લેહ नागरा च हरिद्रा च कणा जाज्यजमोदिका । वचा सैन्धवराना च मधुकं समभागिकम् ॥ श्लक्ष्णचूर्ण पिबेच्चैव सर्पिषा प्रत्यहं नरः। एकविंशदिनैर्वातरोगान् हन्ति न संशयः॥ भवेच्छतिधरः श्रीमान् मेघदुन्दुभिनिस्वनः । हन्ति वातामयान सर्वान् लेहो यश्च सुखावहः ।
સુંઠ, હળદર, પીપર, જીરું, અજમોદ, વજ, સિંધવ, રાસ્ના, જેઠીમધ, એ સરવે સમભાગે લેવું. પછી તેનું ખૂબ બારીક ચૂર્ણ કરીને મનુષ્ય દરરોજ ઘી સાથે પીવું. એ પ્રમાણે એકવીસ દિવસ પીવાથી
For Private and Personal Use Only