________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
जम्बाम्रपल्लवानां च पिष्टं दधिमधुयुतम् । पाययेत् क्षुद्रकस्यास्य अतिसाराग्निनाशनम् ॥ गोक्षुरश्चातिविषा च कर्कटाद्यं सपर्पटम् । कल्कमेतत्प्रयोक्तव्यं मधुना शर्करायुतम् ॥ हरीतकीमातुलुङ्गस्वरसं शर्करायुतम् । क्षुद्रकस्योपसर्गस्य वमिशोषनिवारणम् ॥ इति क्षुद्रोपसर्ग: ।
ક્ષુદ્રક નામે ઉપસર્ગવાળાને આ ઔષધોનું લેપન કરવું; ઉપલેટ, વીરજુવાળા, વડની અંતરછાલ, ઉમૈડા (ગુલર) ની અંતરછાલ, એ ચારને પાણી સાથે વાટીને તેનો લેપ કરવાથી ક્ષુદ્ર નામે ઉપસર્ગ મટે છે.
મધ અને સાકર સહિત દૂધ પાવું, એ પણ ક્ષુદ્રક ઉપસર્ગવાળાને સુખ આપનારૂં છે.
ચારેાળી, દાડમનાં પાંદડાં, ઉમૈડા (ગુલર) ની અંતરછાલ, એ સર્વને પાણીમાં વાટીને તેનો લેપ કરવા હિતકારક છે. એ લેપ ક્ષુદ્રક નામે ઉપસર્ગને મટાડે છે.
જાંબુડાનાં તથા આંબાનાં કૂમળાં કૂમળાં પાંદડાં લાવીને તેને ખારીક વાટીને તેને દહીં તથા મધ સાથે પાવાં. એથી કરીને ક્ષુદ્રક ઉપસર્ગમાં અતિસાર અને બળતરા થતી હરશે તેને નાશ થશે.
ગોખરૂં, અતિવિખ, કાકડાસીંગ, પિત્તપાપડો, એ ઔષધોનું કલ્ક કરીને મધ તથા સાકર સાથે આપવું.
હરડેનું ચૂર્ણ અને બીજોરાના સ્વરસ એ એને એકત્ર કરીને તેમાં સાકર નાખીને પાવે. એથી કરીને ક્ષુદ્રક ઉપસર્ગમાં ઉલટી અને શેષ થતાં હશે તે તે દૂર થશે.
આર્થિક ઉપસર્ગની ચિકિત્સા,
आग्निकेऽप्युपसर्गे च योज्यं चैतत्प्रलेपनम् । रक्तचन्दनं मञ्जिष्ठा निम्बपत्राणि चार्जुनम् । क्षीरेण नवनीतेन हितं स्याल्लेपनं तथा ॥
इत्यामिकः ।
For Private and Personal Use Only