________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦ - .....--~-~~~~~~~~~~~~~~~~~~~~~~
હારીતસંહિતા.
~~~~~~
~
~~~
गुडसर्पिः समं लिप्तं नि मांगारकोपरि। घटखर्परकं देयं तत्र छिद्रं तु कारयेत् ॥ तेन छिद्रेण तं धूमं नाडीयंत्रेण पाययेत् ।
મનશિલ, હીરાકસી, મરી, મેરમાંસી, દેવદાર, ગંધક, લીમડાનાં પાંદડા, નગડ, તેલી દેવદાર, એ ઔષધિઓને સમભાગે લેવી તથા તેમને એકઠી કરીને તેમાં ગોળ તથા ઘી ભેળાવવાં. પછી ધૂમાડા વિનાના દેવતાના અંગારા એક ઘડાની ઠીબ ઉપર લેઈને તેમાં એક કાણું પાડવું અને કાણામાં એક લાકડાની નળી અથવા નેહે બેસાડવી. પછી દેવતાના અંગારા પાછળ કહેલું ગોળ ઘી પડેલું ઔષધ નાખીને નેહવાટે ધૂમાડે પા.
બીજો પ્રકાર, अर्कदलं मनःशिला तुल्यं ततोर्धे कटुत्रिकचूर्णम् । निघूमांगारप्रक्षिप्तं पूर्ववत्पाययेशूमम् ॥ एते निहन्ति कासं जीर्ण नृणां च कालोत्थम् । अथवा चणकक्षारवत्ति त्रिकटुघृतयुतां पिबेद्भूमम् ॥
દતિ પૂજનવિધિ ! આકડાનાં પાંદડાં અને મનશિલ બરોબર વજનમાં લેવાં અને સુંઠ, પીપર, મરી, એ ત્રણનું ચૂર્ણ તેમનાથી અર્ધ લેવું. એ સર્વને ધૂમાડા વગરના અંગારા પર નાખીને પાછળ કહ્યું તેમ ધૂમાડે પાવે. એ સઘળા ધૂમપાનના ઉપાયથી મનુષ્યને ઘણા દિવસને જૂને કાસ (ઉધરસ) થયો તે મટી જાય છે. વળી ચણાના ક્ષારની દીવેટ કરીને તે ઉપર સુંઠ, પીપર, મરીનું ચૂર્ણ અને ઘી ચોપડીને તેનું ધુમપાન કરવાથી પણ જૂની ઉધરસ મટી જાય છે.
ખાંસીવાળાનું પથ્ય. जीर्णतंडुलकानां तु सर्पः सैंधवकं तथा । सामुद्रं लवणं चैव युक्तं पथ्यं च कासिनाम् ॥ १ मधुयुता. प्र० २. जी.
For Private and Personal Use Only