Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકના બે બોલ ચતુર્વિધ સંઘને બહુ ઉપયોગી થાય, જીવન ઉત્થાન સુંદર સાધી આપે, અને આત્માની ખરાબીઓને ઓળખાવી એને દૂર કરવામાં ખૂબ સહાયક થાય તેમજ હાથવેંતમાં રહેલી અનુપમ સાધનાને દષ્ટિસન્મુખ કરી આપે એવા આ “ ધ્યાનશતક” શાસ્ત્ર વિવેચનને પ્રકાશિત કરતાં અમને અપૂર્વ આનંદ થાય છે. આ શાસ્ત્ર ધ્યાન અંગે અનુપમ માર્ગદર્શન કરીને જૈનધર્મની વિશ્વમાં સર્વોપરિતા સિદ્ધ કરી આપી છે, વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનના અનંત ઉપકારને રજૂ કર્યો છે. (૧) “નમુત્થણું” વગેરે દેવવંદન સૂત્રોમાં ગર્ભિત અનુપમ તો (૨) ભવસ્થિતિ પરિપાકથી માંડીને ઉત્તરોત્તર જરૂરી આંતરિક સાધનાઓ, તથા (૩)અશુભ ધ્યાન–નિવારણ પૂર્વક શુભધ્યાન અંગેના પદાર્થો. આ ત્રણ પર મહાન શાસ્ત્રો (૧) શ્રી લલિતવિસ્તરા (૨) શ્રી પંચસૂત્ર, અને (૩) શ્રી ધ્યાનશતક સમજવા ગહન છતાં રોજિંદા ઉપયોગી હોઈ પૂ. પંન્યાસજી શ્રી ભાનવિજયજી ગણિવરે બહુ સરળ અને વિસ્તૃત વિવેચનરૂપે (૧) શ્રી પરમતેજ ભા. ૧-૨, (૨) શ્રી ઉચ્ચ પ્રકાશના પંથે, અને (૩) શ્રી અનશતક-વિવેચન લખી ચતુર્વિધ સંઘને સુંદર સામગ્રી પૂરી પાડી છે. બાળભોગ્ય શૈલીથી લખાયેલ આ ધ્યાનશતક-વિવેચનમાં કેવો તત્ત્વખજાનો ભરેલે છે એ સાથેની એઓશ્રીની જ પ્રસ્તાવનાથી સમજાશે. ભવ્ય જીવો ઉપર એઓશ્રીને આ મહાન ઉપકાર છે. આ ગ્રંથને પ્રકાશિત કરવામાં પૂજ્યશ્રીના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી પાસેનવિજયજી મહારાજે પૂફ તપાસવા આદિમાં સારો સહકાર આપ્યો છે તેમજ પૂજ્ય પંન્યાસજી મહારાજના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્ર વિજયજી મહારાજે મૂળ પ્રેરણું કરી છે આ સૌને અમે આભાર માનીએ છીએ. કાળુશીની પળ લિ. અમદાવાદ દિવ્યદર્શન સાહિત્ય સમિતિ વતિ વિ. સં. ૨૦૨૭ ચતુરદાસ ચીમનલાલ શાહ ફાગણ છે. ૧૦ ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 346