________________
=
==
ભાવના-ચાતક
નિદ્રા લે છે ત્યારે પણ શ્રીમંતોના હદય થડકતાં જ રહે છે. અરે આ કૂતરા કેમ ભસે છે? નળીયાંને ખડખડાટ કેમ થાય છે? કોઈ ચેર તે નથી આવ્યો ? આવા વિચારમાં ને વિચારમાં ઉજાગરાથી રાત્રિ પસાર કરવી પડે છે. પલંગ કે તળાઈ ઉપર ઉંઘ આવી જાય તેથી તેના ઉપર ન સૂતાં ધનના પટારા ઉપર એકાદ ગુણપાટ પાથરી શયન કરવું પડે છે. ગરીબ માણસને તો માત્ર પિતાના વહીવટની જ ચિંતા કરવી પડે છે, ત્યારે શ્રીમંતોને પોતાના વહીવટ ઉપરાંત જેને ત્યાં પૈસે વ્યાજે મૂક્યો છે, તે સર્વેના વહીવટની ચિંતા રાખવી પડે છે, નહિતો આસામી તૂટતાં પૈસે બરબાદ થાય છે. એટલું કરતાં પણ કોઈ આસામીમાં કે બેંકમાં નાણાં ખોટાં થાય છે કે કયાંક વ્યાપારમાં કજા લાગે છે, ત્યારે તો એટલું બધું દુઃખ થઈ પડે છે કે ખાનપાન સર્વ ઝેર સમાન લાગે છે. હોશકોશ ઉડી જાય છે અને વખતે ઘેલછા પણ થઈ જાય છે. આમ એક તરફ તો રક્ષણનું દુઃખ ચાલુ હોય છે, બીજી તરફ લક્ષ્મી મળતાં
હેટાઈની ભૂખ વધે છે. મારા કરતાં અમુક માણસોની પાસે લક્ષ્મી વધારે છે, તે મારાથી વધારે માનપાન પામે છે, માટે મારી પાસે તેમના કરતાં પણ વધારે ધન કેમ થાય અગર બીજાઓનું ધન કેમ નષ્ટ થાય, એવી ઈર્ષ્યા-બુદ્ધિ જાગૃત થાય છે, તેથી તે રાત દિવસ બળ્યાં કરે છે. ન તો પિતાની પાસે વધારે ધન થાય અને ન તે તેમની પાસેનું ધન નષ્ટ થાય ત્યારે તેની પિતાની શ્રીમંતાઈ તુચ્છ– અકિંચિત્કર જણાય છે. તૃષ્ણ એકદમ વધી જાય છે, સાથે લોભ પણ વૃદ્ધિગત થતો જાય છે અને ઉદારતા નષ્ટ થાય છે. દ્રવ્ય વધારવાને ચારે તરફ ફાંફાં મારવા લાગે છે, તેથી મળેલા ધનમાંથી એક રતિભર સુખ ભોગવી શકાતું નથી અને પરમાર્થ કે પુણ્ય પણ થઈ શકતું નથી. એટલે પૈસાની મધ્યમાવસ્થા પણ નહિ જેવું ઘેટું સુખ અને અનેક પ્રકારનાં દુઃખ આપતી પસાર થાય છે. અસ્તુ. અંત્યાવસ્થામાં પણ કંઈ સુખ મળે તો પ્રથમની બે અવસ્થાનું દુખ