Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ વિશિષ્ટ પ્રકાર સ્વરૂપ ૧૮ અભિષેક દ્વારા સકળશ્રી સંઘની ઉન્નતિ-આબાદીસુખ-શાંતિ-સમૃદ્ધિ અને સમાધિ હજી સવિશેષ વૃદ્ધિવંત રહે અને તે દ્વારા સૌ કોઈ મુક્તિસુખને પામે એવી મંગલ ભાવના સહ વિરમું છું. સમગ્ર ગ્રંથમાં જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ પ્રરૂપણા થવા પામી હોય તો તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. – મુનિ સૌમ્યરત્નવિજય એક આવશ્યક નોંધ ૧૮ અભિષેક સંબંધિત પ્રસ્તુત વિધાનમાં, પૂર્વ પ્રકાશિત ૧૮ અભિષેક વિધાન કરતાં કંઈક નવો ટચ જોવા મળશે. એ નવો ટચ કયા કારણે છે તેની પણ વિસ્તૃત વિચારણા ‘૧૮ અભિષેક વિધાન - એક આવશ્યક ઉન્મેષ’ વગેરે પ્રકરણ અંતર્ગત કરવામાં આવેલ છે. અમારું વિધાન જ સાચું છે અને બીજા બધા ખોટા છે કે નુકશાનકારક છે, એવો કોઈ અમારો આશય નથી. શુભ ભાવથી કરાતા વિધાનો ભક્તિના પ્રકર્ષને કારણે શુભ ફળ આપવા સમર્થ જ છે. આજ સુધી ચાલી આવેલ આ વિધાનોની પરંપરાને કારણે જ અદ્ભુત ભક્તિમાર્ગની આરાધના આપણને મળી છે અને તે માટે પૂર્વના સૌ પૂજ્ય મહાપુરુષોના આપણે ઋણી છીએ. આ સર્વ પ્રયત્ન એ માટેનો જ છે કે શુભ ભાવોલ્લાસથી આપણે જે વિધાનો કરી રહ્યા છીએ, તેમાં વિધિના ક્રમની શુદ્ધિ, જે-તે વિધાન પાછળના રહસ્યો-હાર્દ પામવા અને તે દ્વારા, જે-તે વિધાન હજી વધુ વિશેષ સુવિશુદ્ધ તથા પ્રભાવસંપન્ન બને અને સકળ શ્રી સંઘની સવિશેષ સુખ-શાંતિ-સમૃદ્ધિ અને સમાધિમાં આ વિધાનો શ્રેષ્ઠ આલંબનરૂપ બને. એટલે વિવેક - ભક્તિ - ઔચિત્યસંપન્ન ભવ્ય જીવોએ આ સ્વરૂપની વિચારણા દ્વારા યોગ્ય રીતે પ્રવર્તવું અને શ્રી સંઘની આરાધના સમૃદ્ધિ સમાધિમાં સહાયક થઈએ તેમ કરવું ઉચિત છે. શિલ્પ-વિધિ (12) હેમકલિકા - ૧

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78