Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 49
________________ દૂર કરી ગુણોને પ્રગટાવનારા થાઓ. અમારા વિનોને દૂર કરી ધર્મારાધનામાં સહાયક થાઓ. અમારા અંતરાયોને દૂર કરી જીવનપથમાં શાંતિ-સમાધિ આપનારા થાઓ. આ વિશિષ્ટ અર્થઅર્પણ વિધાનના પુણ્ય પ્રભાવે આપની કૃપાથી અમારી સર્વ શુભ ઈચ્છાઓ પૂર્ણ થાઓ. સર્વ શુભ કાર્યમાં બળ મળો, સર્વ કાર્ય સિદ્ધ થાઓ. જિનશાસનની સેવા, સુરક્ષા અને પ્રભાવના કરવાની શક્તિ મળો. હે પ્રાણેશ્વર ! હે હૃદયેશ્વર ! આપનું સ્વાગત હો ! આપનું વારંવાર સ્વાગત હો ! આપનો ય હો આપનો વિજ્ય હો ! વિજ્ઞપ્તિ : स्वागता जिनाः सिद्धाः प्रसाददाः सन्तु, प्रसादं धियां कुर्वन्तु, अनुग्रहपरा भवन्तु, भव्यानां स्वागतमनुस्वागतम्॥ અર્થઅર્પણ મંત્ર : ॐ भः अर्घ प्रतीच्छन्तु पूजां गृह्णन्तु जिनेन्द्राः स्वाहा । ત્યારબાદ પ્રત્યેક જિનબિંબની આગળ અર્થપાત્ર ધરાવી (ફેરવી) અંતે મૂળનાયક ભગવાન સમક્ષ મૂકવું. (અર્થઅર્પણ ગીતઃ પૃ. ૧૩૫) વિધિવિધાનના પ્રખરજ્ઞાતા પ.પૂ.પં.શ્રી કલ્યાણવિજયજી મ.સા. (જાલોરવાળા) ૧૮ અભિષેકને મીની અંજનશલાકા સ્વરૂપનું જ મહત્ત્વનું વિધાન ગણાવતા. એમાં પણ વિજ્ઞપ્તિ કરીને અર્ધ્વ અર્પણના વિધાનનું વિશિષ્ટ મહત્ત્વ સમજાવતા. દક્ષિણ દેશમાં આ વિધાનનું અનેકગણું મહત્ત્વ હાલ પણ છે. તેના ખૂબ ઊંચા ચડાવાઓ થાય છે. તથા આ વિધાન સમયે સૌને વિશિષ્ટ ધાર્મિક સંકલ્પ (જેવા કે, છ'રિ' પાલક સંઘ, ઉપધાન, મંદિરનિર્માણાદિ) પણ કરાવાય છે, તથા પ્રભુભક્તિ – પ્રભુકૃપાના બળે અનેકને ફળે પણ છે, એવો તેઓનો અનુભવ છે. અર્થ અર્પણ સુવર્ણના પાત્ર (થાળી કે વાટકી)માં કરવાનું પ્રતિષ્ઠાકલ્પોનું વિધાન છે. શ્રી અઢાર અભિષેક વિધાન (૩૧) શિલ્પ-વિધિ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78