Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ (૧. સુવર્ણચૂર્ણ સ્નાત્ર ) સુવર્ણ તે સર્વ અશુદ્ધિઓનું મારક અને પ્રબળ ઊર્જાનું કારક છે અને તેથી સૌ પ્રથમ સુવર્ણચૂર્ણનો અભિષેક કરવો કહ્યો છે. પ્રથમથી અભિમંત્રિત જળમાં સુવર્ણ ચૂર્ણ અર્થાત્ વરખ નાખીને એ જળથી અભિષેક થાય છે. જળમાં સુવર્ણની લગડી વગેરે નાખીને એ પવિત્ર જળથી પણ અભિષેક કરી શકાય છે. તપા. શ્રી ગુણરત્નસૂરિજી વિગેરે કૃત પ્રતિષ્ઠાકલ્પો અનુસાર તો સુવર્ણના કળશથી જ આ અભિષેક થાય તો તે ઉત્તમોત્તમ જાણવું. શક્તિ અને ભક્તિનો પ્રકર્ષ હોય તો સર્વ અભિષેક સ્વર્ણકળશે જ કરવા જોઈએ. ભાવશિલ્પ : સર્વ દ્રવ્યોમાં સુવર્ણની જેમ સર્વ દેવોમાં દેવાધિદેવ અરિહંત પ્રધાન છે. તેઓ શુદ્ધસુવર્ણ છે, આપણો આત્મા માટીમિશ્રિત અશુદ્ધ સુવર્ણ છે. સ્વાત્માના શુદ્ધિકરણની દિવ્ય પ્રક્રિયા દ્વારા આત્મશિલ્પનું ઘડતર કરવા, પ્રધાનમંગલ સ્વરૂપ પ્રથમ સુવર્ણજળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ सुपवित्रतीर्थनीरेण, संयुतं गन्धपुष्पसन्मिश्रम् । पततु जलं बिम्बोपरि, सहिरण्यं मन्त्रपरिपूतम् ॥ અર્થ: (૧) અત્યંત પવિત્ર એવા તીર્થોના જળ વડે યુક્ત, (૨) ગન્ધ = ઘસેલા ચંદનાદિ સુગંધી પદાર્થો અને પુષ્પોથી મિશ્રિત, (૩) હિરણ્ય (સુવર્ણનું ચૂર્ણ-વરખ) સહિતના અને (૪) મંત્રથી પવિત્ર એવા જળનો (જિન) બિંબ પર અભિષેક થાઓ. મંત્રઃ » ફ઼ ટૂંÉ p: પરમëતે પરમેશ્વરાય ન્યપુષ્કા-શિ स्वर्णचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો). (અભિષેક કરતા પૂર્વે તથા અભિષેક સમયે બોલવાની ભાવવાહી સ્તુતિઓ પૃ. ૧૨૪-૧૨૫) શ્રી અઢાર અભિષેક વિધાન (૧૯) શિલ્પ-વિધિ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78