Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 55
________________ (ચંદ્રદર્શન તથા સૂર્યદર્શન વિધિ) ૧૫ અભિષેક થયા પછી ચંદ્ર દર્શન તથા સૂર્ય દર્શનનું વિશેષ વિધાન કરવાનું હોય છે. આ વિધાન ખાસ કરીને અંજનશલાકા વખતે કરવામાં આવે છે, તેમજ સામાન્ય રીતે ૧૮ અભિષેક વખતે પણ કરવામાં આવે છે. જેમાં દરેક જિનબિંબોને ચંદ્ર અને સૂર્યના સ્વપ્નના દર્શન મંત્રપાઠપૂર્વક કરાવવાના હોય છે. (સ્વપ્ન ઉપલબ્ધ ના હોય ત્યારે માત્ર દર્પણ દર્શન વિધાન કરવું.). ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવવાના પૂર્વે દરેક અભિષેક કરનારા વ્યક્તિઓને રંગમંડપની બહાર બોલાવવા. સ્વપ્નદર્શન સૌભાગ્યવંતી બહેને સજોડે અથવા ઘરના બધા સભ્યોની સાથે પણ કરાવી શકાય છે. -ઃ ચંદ્રદર્શન - ચંદ્રદર્શનનો મંત્ર નીચે આપેલ છે. આ મંત્ર બોલીને, થાળી વગાડીને ચંદ્રદર્શન કરાવવું. એ પૂર્વે આ પ્રમાણે પ્રાર્થના કરાવવી હોય તો કરાવી શકાય. ભાવશિલ્પ : “અનંતા ચંદ્રોથી પણ અધિક નિર્મળ એવા હે પ્રભુ ! આપને ચંદ્રદર્શન કરાવતા અમારા અંતરની એક આરઝૂ છે કે - ચંદ્ર એ શીતળ છે તો અમને સદ્ગણોની શીતળતા પ્રાપ્ત થાઓ. ચંદ્ર એ સૌમ્ય છે તો અમને સ્વભાવની સૌમ્યતા પ્રાપ્ત થાઓ. ચંદ્રનું દર્શન આનંદકારી છે તો આપના દર્શને અમારું મન સદૈવ આનંદિત બન્યું રહે. ચંદ્ર એ રાત્રિવિકાસી કમળોને ખીલવનાર છે, તો આપના દર્શન-વંદન-પૂજન અમારી આત્મગુણસમૃદ્ધિને ખીલવનાર થાઓ. હે મારા સર્વેશ્વર ! આપનું આ ચંદ્રદર્શન અને આધ્યાત્મિક જગતમાં ફળદાયી બની રહો.” એવી શુભ ભાવના-વિજ્ઞપ્તિપૂર્વક ચંદ્રદર્શન કરાવવા ઊભા રહો. ॐ अहँ चन्द्रोऽसि, निशाकरोऽसि, सुधाकरोऽसि, चन्द्रमा असि, ग्रहपतिરસ, નક્ષત્રપતિ સિ, ઢૌમુવીપતિ-સ, મનમિત્ર-સ, નબ્બીવન-મસિ, શ્રી અઢાર અભિષેક વિધાન (૩૦) શિલ્પ-વિધિ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78