Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 50
________________ • ૧૧. કુસુમ (પુષ્પ) સ્નાત્ર આ અભિષેકમાં સેવંતી, ચમેલી, મોગરા, ગુલાબ, જુહી આદિ સુગંધી પુષ્પ પાણીમાં નાંખી સુગંધિત પુષ્પરજ મિશ્રિત જળથી અભિષેક કરવાનો હોય છે. (S, R, G વિગેરે હસ્તપ્રતોમાં લખ્યું છે કે “પાણીમાંહી સેવંત્રાદિક પુષ્પ ઘાલીઈ’”) ભાવશિલ્પ : કોમળતા, સુંદરતા અને સુગન્ધિતા, પુષ્પના આ ત્રણ ગુણોનો સંદેશ છે કે -(૧) સર્વ જીવો પ્રત્યે કોમળ હૃદયવાળા બનવું. (ર) ઔચિત્યપૂર્વના વ્યવહારથી જીવનને સુંદર બનાવવું. (૩) અત્યંતર ગુણસમૃદ્ધિની સુગંધથી આત્માને સદા મહેકતો રાખવો. શ્રીપાળરાજામયણાસુંદરી જેવા સુંદર જીવનશિલ્પના ઘડતર માટે પુષ્પયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. નમોઽહત્-સિદ્ધાવા પાધ્યાય-સર્વસાધુમ્યઃ । अधिवासितं सुमन्त्रैः सुमनः किञ्जल्कराजितं तोयम् । तीर्थजलादिसुपृक्तं', कलशोन्मुक्तं पततु बिम्बे ॥ o : HS - સુપ્રયુક્ત અર્થ : (૧) આ પવિત્ર એવા મંત્રો વડે અધિવાસિત (૨) પુષ્પોના કિંજલ્ક - કેસરા, તાંતણાથી (પરાગરજથી) વાસિત અને (૩) તીર્થ જળ આદિથી સારી રીતે મિશ્રણ કરેલા એવા તથા કળશમાંથી મૂકાયેલા એવા જળનો બિંબ ઉપર અભિષેક થાઓ. મંત્ર : ૐ હ્રા : પરમાદંતે પરમેશ્વરાય સ્થપુષ્પાવિ-સન્મિત્રशतपत्रयूथिकादि-पुष्पौघ - संयुतजलेन स्नपयामि स्वाहा ॥ મસ્તકેથી અભિષેક ♦ લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ ૰ ધૂપ ઉખવવો (કરવો). વિધિપૂર્વક કરાયેલ પરમાત્માનું અષ્ટોત્તરી નાત્ર વર્તમાન કાળે પણ ભૂત, પ્રેત, શાકિની, ડાકીની વગેરે ઉપદ્રવોને શાંત કરનારું છે. તેમ જ ભયંકર કક્ષાના અસાધ્ય રોગોનો પણ ક્ષય કરનારું છે. (૩૨) શિલ્પ-વિધિ હેમકલિકા - ૧

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78