Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ અભિષેકનું જળ પૂર્ણતઃ વાપરી લેવું. અભિષેક દરમ્યાન જે તે અભિષેક, તેની સામગ્રીનો પ્રભાવાદિ વિષયક ઔચિત્યપૂર્વક મર્યાદા સાચવીને સામાન્ય સમજણ સૌને આપી શકાય. અભિષેક કરતી વખતે મનમાં ભાવથી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. સંપૂર્ણ વિધાન દરમ્યાન ગાયના ઘીનો દીપક પ્રજવલિત રહે તેમ કરવું જોઈએ. સંપૂર્ણ વિધાન દરમ્યાન સુગંધી દશાંગાદિ ધૂપ દ્વારા વાતાવરણ ચોતરફ સુગંધસુગંધમય રહે એમ કરવું જોઈએ. આવા દિવ્ય-પવિત્ર વાતાવરણમાં દેવાદિ શુભ તત્ત્વનું આહ્વાન સહજપણે શક્ય બને છે. પ્રત્યેક અભિષેક બાદ પ્રભુજીને અંગભૂંછણું કરવાનું હોતું નથી તથા પ્રભુજીને માત્ર લલાટે ચંદન તિલક કરવાનું હોય છે, નવાંગીપૂજા નહિં. લલાટે (આજ્ઞાચક્ર સ્થાને) તિલક કરતા પૂર્વે તેટલા પૂરતું જંગલૂછશું કરવું હોય તો કરી શકાય જે જિનબિંબોને અઢાર અભિષેક કરવાના હોય છે, તેમને વિધાન શરૂ કરતા પૂર્વે શુદ્ધ જળથી એકવાર સ્નાન કરાવી લેવું જોઈએ. પ્રત્યેક જિનબિંબને સર્વાગે પ્રત્યેક અભિષેક જળનો સ્પર્શ થાય તેમ કરવું જરૂરી છે. સર્વ અભિષેકોમાં વાપરવાના સર્વસામાન્ય જળમાં સુગંધ્યૌષધિ ભેળવી શકાય. જેમ કે, સુગંધીવાળો, સૂકાયેલાં કેસૂડાના ફૂલ, કઠ (ઉપલોટ), ઘઉંલો, વજ (ગંધીલો વજ) અને કપૂરકાચલી, આ છ ઔષધિથી મિશ્રિત જળ બનાવવું તથા તેમાં કેસર-ચંદનનો ઘસારો ઉમેરવો. (રાજના અભિષેકમાં પણ આ પ્રમાણેનું સુગંધૌષધિયુક્ત પાણી વાપરવું જોઈએ.) આ વડે અભિષેકની પ્રભાવોત્પાદકતા અનેક ગણી વધી રહે છે. જિનપૂજા સર્વ વિઘ્નોનું નિવારણ કરનારી છે. જિનપૂજા જય અને વિજયને કરનારી છે. જિનપૂજા કોટી ભવોના પાપોને હરનારી છે. શ્રી અઢાર અભિષેક વિધાન (૫) શિલ્પ-વિધિ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78