Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 43
________________ (૦. મૂલિકાચૂર્ણ સ્નાત્ર ) મૂલિકાવર્ગના ચૂર્ણથી કરવાના આ સ્નાત્રમાં (૧) મયૂરશિખા, (૨) વિરહક, (૩) અંકોલ, (૪) લક્ષ્મણા, (૫) શરપંખા, (૬) શંખપુષ્પી, (૭) વિષ્ણુકાંતા, (૮) ચક્રાકા, (૯) સર્પાક્ષી, (૧૦) સુખાહલી, (૧૧) પુરાસાણી, (૧૨) ગંધનોલી, (૧૩) મહાનોલી – પ્રમુખ ઔષધિઓનો હસ્તપ્રતોમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઔષધિઓના મૂળ ઉત્તમ-ગુણકારી કહ્યા હોઈ તેના ચૂર્ણથી આ અભિષેક થાય છે. પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિકૃત તથા પ. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિકૃત કલ્પમાં આ સ્નાત્રનો “શતમૂલિકા સ્નાત્ર’ સ્વરૂપે ઉલ્લેખ છે તથા તેમાં ૧૦૦ ઔષધિઓનો નામનિર્દેશ છે જે પણ અંતે પરિશિષ્ટમાં આપેલ છે. સૌ પ્રથમ મૂલિકા વર્ગના ચૂર્ણનો લેપ બનાવી પરમાત્માને વિલેપન કરવું જોઈએ. વિક્ષેપિત અવસ્થામાં થોડો સમય રહે એ પ્રતિમાજીની ઊર્જા – પ્રભાવ વધારવા માટે જરૂરી છે. બાદ શ્લોક-મંત્ર બોલીને આજ ઔષધિઓના ચૂર્ણથી મિશ્રિત જળ વડે અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : ૩ જ્ઞાનમૂર્નાકુલ્લા દુઃખોનું મૂળ અજ્ઞાન છે. ૧૫૮ કર્મપ્રકૃતિઓનો વળગાડ સંસારનું મૂળ છે. જ્યારે અસત્યમાંહેથી પરમ સત્ય તરફ લઈ જનાર, ઊંડા અંધારેથી પરમતેજના માર્ગે લઈ જનાર જિનાજ્ઞા એ સુખોનું મૂળ છે. જિનાજ્ઞાપાલન રૂપી જળથી મલિન સ્વાત્માનું પ્રક્ષાલન અવશ્ય કરવું જ છે એવા દઢનિર્ણય સાથે (શત) ચૂલિકાચૂર્ણયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ सुपवित्रमूलिकावर्ग-मर्दिते तदुदकस्य शुभधारा । बिम्बेऽधिवाससमये, यच्छतु सौख्यानि निपतन्ती ॥ અર્થ : અત્યંત પવિત્ર એવા મૂલિકાવર્ગ (ના ચૂર્ણ)થી મર્દન કરાયેલ (જિન) બિંબ ઉપર અધિવાસનાના સમયે, અતિપવિત્ર એવા ચૂલિકા વર્ગના ચૂર્ણથી મિશ્રિત એવા જળથી પડતી એવી શુભ ધારા સુખોને આપો. મંત્ર : ૐ દૂ ર દૂરૅ રૉ ટૂઃ પરમાëતે પરમેશ્વરાય પુષ્યદ્વિ- શ્ર सुपवित्रमूलिकावर्गचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક - લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ • ધૂપ ઉખેવવો (કરવો). શ્રી અઢાર અભિષેક વિધાન (૨૫) શિલ્પ-વિધિ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78