Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ -: સંપાદન યાત્રાનું સુમધુર સંસ્મરણ : પૂજ્યપાદ્ પરમ સંવિગ્ન ગીતાર્થ ઉપકારી માર્ગદર્શક ગુરુભગવંતોના માત્ર આશીર્વાદ જ નહિ, પરંતુ સમયોચિત યથાયોગ્ય પ્રૌઢ દિશાસૂચનો અને પ્રેરક પીઠબળ, તે આ સંપાદનયાત્રાનું સુમધુર સક્ષમ સંભારણું છે. તે સૌ ગુરુભગવંતોની ઉપકારશૃંખલામાં આ દ્વારા એક વધુ પિચ્છ ઉમેરાયું છે. પાંચ-પાંચ વર્ષની આ સુદીર્ઘયાત્રામાં અનેકશઃ ઉપસ્થિત થયેલા પ્રશ્નો, શંકા, સંશયો અને જિજ્ઞાસાઓ પરત્વે માત્ર સ્વ સમુદાયના જ નહિ, પરંતુ અન્ય અન્ય સમુદાયના પણ પૂજ્ય વિધિનિપુણ અનુભવી ગીતાર્થ આચાર્ય ભગવંત વગેરે સાથે અનેકવાર ચર્ચા વિચારણાઓ અને પત્રવ્યવહારો પણ થયા. તેમાં તે સૌ મહાપુરુષોએ પણ દિશાસૂચનો, અનુમોદનાઓ અને પ્રેરણાઓ દ્વારા આ કાર્યમાં મને પ્રોત્સાહિત કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે, તે બદલ સૌનો અંતઃકરણપૂર્વક આભાર. વિધિવિધાન સંબંધિ આ કાર્યમાં સન્માનનીય વિધિકારકો શ્રી સંજયભાઈ પાઈપવાળા, શ્રી મુકેશભાઈ ડભોઈવાળા વગેરે તથા શ્રુતપ્રેમી સુશ્રાવક બાબુભાઈ બેડાવાળા, અતુલભાઈ (દાઢી), પરેશભાઈ (નંદપ્રભા), પંડિત મનીષભાઈ, પંડિત પરેશભાઈ, પ્રણવ શાહ વગેરે જે-તે અવસરે સવિશેષ સહાયક થયા છે. ધર્મસ્નેહી આત્મીય સુશ્રાવક ફેનીલભાઈ ઝવેરીનો તો અત્યંત વિશિષ્ટ સહયોગ પ્રાપ્ત થયો છે. અક્ષરાંકનના પરિશ્રમ સાધ્ય એવા પણ કાર્યને કોઈ પણ પ્રકારના ભાર-બોજ વિના ખંત અને લાગણીથી કરનાર ડ્રીમ પ્રિન્ટર્સ બંધુઓને પણ શી રીતે ભૂલાય ? આ પ્રકારના સંપાદનકાર્યો પુરુષાર્થસાધ્ય હોવા કરતાં પણ કૃપા, અનુગ્રહ અને પ્રસાદસાધ્ય જ મુખ્યત્વે હોય છે, એવી અમારી હાર્દિક લાગણી અને અંગત માન્યતા છે. કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા શત્રુંજયાધિપતિ શ્રી આદિનાથ ભગવાનની કમનીય કૃપા, અનહદ અનુગ્રહ અને પરમ પ્રસાદ દ્વારા જ આ કાર્ય આ સ્વરૂપે સંપન્ન થયું છે. એમાં નિમિત્ત પ્રભુએ મને બનાવ્યો તેનો પરિતોષ અનુભવું છું. તથા પ્રભુભક્તિના એક શ્રી અઢાર અભિષેક વિધાન (11) શિલ્પ-વિધિ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78