Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૧૩. વાસ સ્નાત્ર
પૂર્વના ગંધસ્નાત્રમાં સુગંધી પદાર્થો કહ્યા. તેમાં તીવ્ર ગંધવાળા પદાર્થોને શુક્લગંધી કહે છે અને અલ્પ ગંધવાળા પદાર્થોને કૃષ્ણગંધી કહે છે. શુક્લગંધી પદાર્થો તે વાસ સ્વરૂપ જાણવા. જેમકે, બરાસ, કપૂર, સુખડ વગેરે. આ વાસનું ચૂર્ણ (વાસક્ષેપ) પાણીમાં ભેળવી આ અભિષેક કરાય છે.
સૌપ્રથમ શુદ્ધ વાસક્ષેપ ચૂર્ણનો લેપ બનાવી જિનબિંબોને વિલેપન કરી થોડો સમય લેપ રાખવો જોઈએ. ત્યારબાદ શ્લોક-મંત્ર બોલીને વાસક્ષેપ મિશ્રિત જળ વડે આ અભિષેક કરવાનો હોય છે.
ભાવશિલ્પ : અન્ય દ્રવ્યને પોતાની તીવ્ર સુગંધથી વાસિત કરતા દ્રવ્યોથી કરાતો આ અભિષેક પ્રેરણા આપે છે કે, બીજાને વાસિત કરો તો સુગંધથી જ કરજો. નાગકેતુના પૂર્વભવના મિત્રની જેમ બીજાના સાચા ક્લ્યાણમિત્ર જ બનજો. “સલાહ આપવી તો આત્મહિતકર, સાચી અને સારી” એવા આદર્શવાન્ આત્મશિલ્પના ઘડતર માટે વાસયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો.
નમોઽહત્-સિદ્ધાવા પાધ્યાય-સર્વસાધુમ્ય:॥
हृद्यैराह्लादकरैः स्पृहणीयैर्मन्त्रसंस्कृतै जैनम् । स्नपयामि सुगतिहेतोः २ वासैरधिवासितं बिम्बं ॥
o : G - મન્ત્રસંત
૩ : HA - प्रतिमामधिवासितं वासैः
અર્થ : (૧) હૃદયને ગમનારા, (૨) આહ્લાદકારક, (૩) ચાહવા યોગ્ય અને (૪) મંત્રો વડે સંસ્કાર કરાયેલા એવા વાસચૂર્ણ (વાસક્ષેપ) વડે અધિવાસિત કરાયેલા એવા (જિન) બિંબને સદ્ગતિ પ્રાપ્તિ માટે (વાસચૂર્ણ - વાસક્ષેપ મિશ્રિત જળ વડે) હું સ્નાન કરાવું છું. મંત્ર : ૩ ા ા ા દૂ: પરમાદંતે પરમેશ્વરાય મ્યપુષ્પાવિ-સન્મિત્રवासचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક ♦ મસ્તકે પુષ્પારોપણ ૭ ધૂપ ઉખેવવો (કરવો).
૨ : J, C, K, K,, K, J • बिम्बमधिवासितं वासैः
શિલ્પ-વિધિ
(૩૪)
હેમકલિકા - ૧

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78