Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
મવાલ
સ્વરૂપ કહ્યું, ૩૫.
હવે ક્રમ પ્રાપ્ત પ્રયોગપ્રત્યયસ્પદ્ધકનું સ્વરૂપ કહે છે–તેની અંદર આઠ અનુયોગદ્વાર છે, તે આ પ્રમાણે–૧. અવિભાગપ્રરૂપણા, ૨. વર્ગણાપ્રરૂપણા, ૩. સ્પર્તકપ્રરૂપણા, ૪. અંતરપ્રરૂપણા, ૫. સ્થાનપ્રરૂપણા, ૬. કંડકપ્રરૂપણા, ૭. જસ્થાનકપ્રરૂપણા, અને ૮. વર્ગણાગતમ્નેહવિભાગસકલસમુદાયપ્રરૂપણા. તેની અંદર પહેલાં તો પ્રયોગપ્રત્યય એ શબ્દનો અર્થ જ કહે છે –
होई पओगो जोगो तट्ठाणविवड्डणाए जो उ रसो । परिवड्ढेइ जीवे पओगफडं तयं बेंति ॥३६॥
भवति प्रयोगो योगः तत्स्थानविवृद्धया यस्तु रसः ।
परिवर्धते जीवे प्रयोगस्पर्द्धकं तकं ब्रुवन्ति ॥३६॥ અર્થ–પ્રયોગ એટલે યોગ-વીર્યવ્યાપાર. જીવ સંબંધી યોગસ્થાનની વૃદ્ધિ વડે જે રસ સ્પદ્ધકરૂપે પામે છે તે પ્રયોગપ્રત્યય સ્પદ્ધક કહેવાય છે.
- ટીકાન–અહીં પ્રયોગ શબ્દ વડે યોગસ્થાન કહેવાય છે. તેની વૃદ્ધિ વડે કેવળ યોગનિમિત્તે બંધાયેલા કર્મપરમાણુઓમાં જે રસ નેહરૂદ્ધકરૂપે વધે છે–સ્પદ્ધકરૂપે પરિણામ પામે છે તે પ્રયોગપ્રત્યયસ્પદ્ધક કહેવાય છે. પહેલાં કહ્યું છે કે પુદ્ગલોના પરસ્પર સંબંધ થવામાં | હેતુભૂત સ્નેહનો અહીં વિચાર છે. પરંતુ જે રસ જ્ઞાનાદિને ઓછા-વધતા પ્રમાણમાં દબાવે છે, અથવા જે ઓછા-વધતા પ્રમાણમાં સુખદુઃખાદિ ઉત્પન્ન કરે છે તે અનુભાગરસનો વિચાર અહીં નથી. તેનું સ્વરૂપ તો અનુભાગ બંધનું સ્વરૂપ કહેશે ત્યાં કહેશે. આ સંબંધે સ્વોપજ્ઞ ટીકામાં આ પ્રમાણે કહ્યું છે–પ્રો વા યોને વ્યાપાર , તળેલુગૃહીતપુતિનેદસ્ય પ્રથા પ્રયોગરૂદ્ધવાપ્રરૂપત્તિ' તથા કર્મપ્રકૃતિમાં શ્રીમાનું ઉપાધ્યાયજી મહારાજે આ પ્રમાણે લખ્યું છે—તત્ર પ્રયોગો .योगः, प्रकृष्टो योग इति व्युत्पत्तेः, तत्स्थानवृद्ध्या यो रसः कर्मपरमाणुषु केवलयोगप्रत्ययतो बध्यमानेषु પરિવર્તિ રવિપતિયા, તwયો પ્રત્યય સદ્ધ. ત્યારપછી આ વિષયની પૂર્ણાહુતિ થયા બાદ પણ ચોવીસમી ગાથાના અવતરણમાં તેઓશ્રી જણાવે છે કે – “વં કૃતી પુસ્તિાન મથક સંવન્યદેતુભૂતી સ્ત્રી રૂપા.' આ ઉપરથી જણાશે કે અત્યાર સુધી મુગલોના પરસ્પર સંબંધ થવામાં હેતુભૂત સ્નેહનો જ વિચાર કર્યો છે. બંધનકરણના સામર્થ્યથી બંધાયેલ રસનો વિચાર અનુભાગ બંધનું સ્વરૂપ કહેશે ત્યાં કહેવાશે. ૩૬. અવિભાગાદિની પ્રરૂપણા કરે છે–
વિમારાવિહુ સંતરારૂ ત્થ ન પુત્રિ ! ठाणाइवग्गणाओ अणंतगुणणाए गच्छंति ॥३७॥
अविभागवर्गणास्पर्धकान्तरस्थानान्यत्र यथापूर्वम् । स्थानादिवर्गणा अनन्तगुणतया गच्छन्ति ॥३७॥