Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૧૮
પંચસંગ્રહ-૨
પરિણામ પ્રત્યયિક કહેવાય છે. આ સ્થાને કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા બાવનમાં શરૂઆતમાં અસંખ્યાતમાભાગ જેટલા રસ સ્પર્ધકોની ઉદીરણા દેશવિરત તથા મુનિઓને ગુણપરિણામ પ્રત્યયિક બતાવેલ છે. તેથી સત્તામાં ગમે તેટલો રસ હોય તો પણ આ જીવોને આ નવ પ્રકૃતિઓનો જેવો જઘન્ય રસ ઉદીરણા દ્વારા ઉદયમાં આવે છે તેવો અન્ય જીવોને આવતો નથી. માટે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ગુણપરિણામ પ્રત્યયિક છે.
દેવત્રિકની દેવભવમાં, મનુષ્યત્રિકની મનુષ્યભવમાં, તિર્યંચત્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવરઢિક, સાધારણ અને આતપ આ અગિયારની તિર્યંચભવમાં અને નરકત્રિકની નરકભવમાં જ ઉદીરણા થતી હોવાથી આ વીસ પ્રકૃતિઓ તે તે ભવ પ્રત્યયિક ઉદીરણાવાળી કહેવાય છે. અને શેષ અધ્રુવોદયી તેમજ ધ્રુવોદયી પ્રકૃતિઓમાં ખાસ કોઈ ભવ કે ગુણ કારણ ન હોવાથી તે પ્રકૃતિઓની ઉદીરણા નિર્ગુણપરિણામ પ્રત્યયિક છે. તેમાં પણ ધ્રુવોદયી પ્રકૃતિઓની ઉદીરણા હંમેશાં અને અધ્રુવોદયી પ્રકૃતિઓની તદ્યોગ્ય દ્રવ્યાદિક પાંચ નિમિત્તો મળે ત્યારે જ થાય છે.
તીર્થંકર નામકર્મ તેમજ નવ નોકષાય વિના ચાર ઘાતી કર્મની આડત્રીસ પ્રકૃતિઓ તથા વ શબ્દથી વૈક્રિયસપ્તક અને ધ્રુવોદયી પ્રકૃતિઓ યથાસંભવ તિર્યંચો અને મનુષ્યોને બંધાયેલ રસ કરતાં ઓછા કે વધારે રસવાળી થઈને જ ઉદીરણામાં આવતી હોવાથી આ પ્રવૃતિઓ ગુણ પરિણામ પ્રત્યયકૃત છે. અથવા તો સર્વપ્રકૃતિઓની દેવાદિ ચારમાંના કોઈ ને કોઈ ભવમાં જ ઉદીરણા થતી હોવાથી સર્વ પ્રકૃતિઓ ભવ પ્રત્યયિક ઉદીરણાવાળી અથવા જેટલો અને જેવો રસ બંધાયો હોય તેવો જ રસ સર્વ જીવોને ઉદયમાં આવતો નથી પરંતુ પરિણામ એટલે ફેરફાર થઈને પણ ઉદીરણામાં આવે છે. તેથી અપેક્ષાએ સર્વપ્રકૃતિઓ ઉદીરણા પરિણામ પ્રત્યયકૃત પણ કહી શકાય છે. સાદ્યાદિ :
(૧) મૂળ પ્રકૃતિ આશ્રયી–મોહનીય કર્મની અજઘન્ય અનુભાગોદીરણા સાઘાદિ ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી કુલ દસ, શેષ ત્રણ ઘાતકર્મની અજઘન્ય અનુભાગોદરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિઅધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક એકના નવ-નવ કુલ સત્તાવીસ, વેદનીયકર્મની અનુત્કૃષ્ટ અનુભાગોદરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બે-બે પ્રકારે હોવાથી કુલ દસ, નામ તથા ગોત્રકર્મની અનુત્કૃષ્ટ અનુભાગોદરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો સાદિઅદ્ભવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ અઢાર. અને આયુષ્યના ચારે વિકલ્પો સાદિ-અધુવો એમ બે-બે પ્રકારે હોવાથી કુલ આઠ, સર્વ મળીને મૂળકર્મ આશ્રયી અનુભાગ ઉદીરણાના તોતેર (૭૩) ભાંગા થાય છે.
મોહનીયકર્મની જઘન્ય અનુભાગોદીરણા ક્ષેપક શ્રેણિમાં દસમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે થાય છે અને તે એક જ સમય થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાય જ્યારે મોહનીયકર્મની ઉદીરણા હોય છે ત્યારે અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે અને