Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૮૩
સ્થિતિસંક્રમનું પ્રમાણ જઘન્ય સ્થિતિ સંક્રમનું પ્રમાણ અને સાદિ આદિ પ્રરૂપણા.
તેમાં પ્રથમ ભેદનું નિરૂપણ કરે છે. ભેદ એટલે પ્રકાર. સ્થિતિનો સંક્રમ બે પ્રકારે છે. ૧. મૂળ કર્મની સ્થિતિનો સંક્રમ, ૨. ઉત્તર પ્રવૃતિઓની સ્થિતિનો સંક્રમ, મૂળકર્મની સ્થિતિનો સંક્રમ મૂળ કર્મ આઠ હોવાથી આઠ પ્રકારે છે. ઉત્તર પ્રકૃતિની સ્થિતિનો સંક્રમ મતિજ્ઞાનાવરણીયથી વીર્યંતરાય પર્યત ઉત્તર પ્રવૃતિઓ એકસો અઠ્ઠાવન હોવાથી એકસો અઠ્ઠાવન પ્રકારે છે.
હવે વિશેષલક્ષણના નિરૂપણ માટે કહે છે–અલ્પ કાળ પર્યત ફળ આપવા માટે વ્યવસ્થિત થયેલા કર્માણુઓને દીર્ઘ કાળપર્યત ફળ આપે એવી સ્થિતિમાં મૂકવા તે ઉર્તન. દીર્ઘ કાળ પર્યત ફળ આપવા માટે વ્યવસ્થિત થયેલા કર્માણઓને અલ્પ કાળ પર્યત ફળ આપે એવી સ્થિતિમાં મૂકવા તે અપવર્તન અને પતધ્રહ પ્રકૃતિ સ્વરૂપે કરવા તે અન્ય પ્રકૃતિ નયન સંક્રમ. આ પ્રમાણે સ્થિતિનો સંક્રમ ત્રણ પ્રકારે થાય છે, એટલે કે સ્થિતિની ઉદ્વર્તના, અપવર્નના થાય છે તેમજ અન્ય સ્વરૂપે રહેલી સ્થિતિ અન્ય-પદ્ગહ સ્વરૂપે પણ થાય છે. આ સંક્રમ બંધ હોય કે ન હોય ત્યારે પણ થાય છે એમ સમજવું.
તેમાં પણ અન્ય પ્રકૃતિ નયન સંક્રમ સમ્યત્ત્વ અને મિશ્રમોહનીય સિવાય શેષ પતધ્રહ પ્રકૃતિઓનો બંધ થતો હોય ત્યારે જ થાય છે. અર્થાત્ જેની અંદર સંક્રમ થાય છે તે પ્રકૃતિના બંધ સિવાય અન્ય પ્રકૃતિ નયન સંક્રમ થતો નથી. માત્ર સમ્યક્ત-મિશ્રમોહનીયનો બંધ થતો નહિ હોવાથી તેઓના બંધ વિના પણ તે બંનેમાં મિથ્યાત્વમોહનીયનો અને સમ્યક્વમોહનીયમાં મિશ્રનો સંક્રમ થાય છે. કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ આત્માને બંધ વિના પણ બેમાં અને એકમાં અનુક્રમે મિથ્યાત્વનો અને મિશ્રમોહનો સંક્રમ થાય છે.”
ઉદ્વર્તના સંક્રમ પણ જે પ્રકૃતિની ઉદ્વર્તન થાય છે તેનો બંધ થતો હોય ત્યારે જ થાય છે. જે માટે આગળ કહેશે–બંધ થતો હોય ત્યાં સુધી જ ઉદ્વર્તન થાય છે. માત્ર અપવર્તના સંક્રમ જેની અપવર્તન થાય છે તેનો બંધ થતો હોય કે ન થતો હોય છતાં પ્રવર્તે છે.
- તાત્પર્ય એ કે અન્ય પ્રકૃતિ નયન સંક્રમ પતસ્પ્રહ પ્રકૃતિના બંધની, અને ઉદ્વર્તના સંક્રમ પોતાના બંધની અપેક્ષા રાખે છે ત્યારે અપવર્નના બંધની અપેક્ષા રાખતી નથી. - અહીં વિશેષ લક્ષણ એ થયું કે પ્રકૃતિ અને પ્રદેશનો એકલો અન્ય પ્રકૃતિ નયન સંક્રમ થાય છે ત્યારે સ્થિતિ અને રસમાં ઉપરોક્ત ત્રણે સંક્રમ પ્રવર્તે છે. સ્થિતિ સંક્રમનું આ વિશેષ લક્ષણ સંક્રમના સામાન્ય લક્ષણનો બાધ કર્યા સિવાય પ્રવર્તે છે એમ સમજવું. પરંતુ સામાન્ય લક્ષણના અપવાદરૂપે પ્રવર્તે છે એમ નહિ. તેથી સામાન્ય લક્ષણમાં મૂળ કર્મપ્રકૃતિઓના પરસ્પર સંક્રમનો પ્રતિષેધ કરેલો હોવાથી અહીં–સ્થિતિમાં પણ મૂળ કર્મની સ્થિતિનો અન્ય પ્રકૃતિ નયન સંક્રમ પ્રવર્તતો નથી, પરંતુ ઉદ્ધના અને અપવર્નના એમ બે જ પ્રવર્તે છે. અને ઉત્તર પ્રકૃતિઓમાં ત્રણે પ્રવર્તે છે. ૩૫.
આ પ્રમાણે વિશેષ લક્ષણનું પ્રતિપાદન કરીને હવે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને જઘન્ય સ્થિતિસંક્રમના જ્ઞાન માટે કહે છે