Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૯૫
કહેવાશે. કઈ પ્રકૃતિનો કેટલો જઘન્યસ્થિતિ સંક્રમ થાય તેના નિરૂપણ માટે કહે છે–જઘન્યસ્થિતિ સંક્રમનું પ્રમાણ કે જેને હવે પછી અમે કહીશું તે સમજવું. ૪૫ તે જ જઘન્યસ્થિતિ સંક્રમનું પ્રમાણ કહે છે –
संजलणलोभनाणंतराय-दसणचउक्कआऊणं । सम्मत्तस्स य समओ सगआवलियाति भागंमि ॥४६॥ संज्वलनलोभज्ञानान्तरायदर्शनचतुष्कायुषाम् ।
सम्यक्त्वस्य च समयः स्वकावलिकात्रिभागे ॥४६॥ અર્થ–સંજવલનલોભ, જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણચતુષ્ક, આયુ અને સમ્યક્વમોહનીયની પોતાની આવલિકાના ત્રીજા ભાગમાં સમયપ્રમાણ સ્થિતિનો જે સંક્રમ થાય છે તે જઘન્યસ્થિતિ સંક્રમ કહેવાય છે.
ટીકાનુ–સંજવલનલોભ, જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, આયુ ચાર, અને સમ્યક્વમોહનીય સઘળી મળી વીસ પ્રકૃતિઓની સ્થિતિનો ક્ષય થતાં સત્તા વિચ્છેદ કાળે તેઓની એક સમય પ્રમાણ સ્થિતિનો પોતાની જ ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં જે પ્રક્ષેપ થાય તે જઘન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે.
- તાત્પર્ય આ પ્રમાણે–ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ક્ષય કરતા કરતા જ્યારે સંજવલનલોભની સમયાધિક આવલિકા પ્રમાણસ્થિતિ શેષ રહે ત્યારે ઉદયાવલિકા સકલ કરણને અયોગ્ય હોવાથી ઉદવાવલિકા ઉપરની સમયપ્રમાણ સ્થિતિને અપવર્ણના કરણ વડે નીચેના પોતાના જ ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે, તે સંજવલનલોભનો જઘન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે, અને તેનો સ્વામી સૂક્ષ્મસંપરાયવતી આત્મા છે.
એ જ પ્રમાણે ક્ષીણમોહ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ તથા ચક્ષુ, • અચક્ષુ, અવધિ અને કેવલદર્શનાવરણીય એ દર્શનાવરણીય ચાર, એમ ચૌદ પ્રકૃતિઓની સત્તામાં સમયાધિક એક આવલિકા સ્થિતિ શેષ રહે ત્યારે ઉદયાવલિકા ઉપરની સમયપ્રમાણ સ્થિતિને અપવર્તના સંક્રમ વડે પોતપોતાની ઉદયાવલિકા નીચેના સમયાધિક ત્રીજા ભાગમાં જે સંક્રમાવે તે, તે પ્રકૃતિઓનો જઘન્યસ્થિતિ સંક્રમ કહેવાય છે, અને તેનો સ્વામી ક્ષણમાં ગુણસ્થાનવર્સી આત્મા છે.
તથા ચારે આયુની સ્થિતિ ભોગવતા ભોગવતા સત્તામાં જ્યારે સમયાધિક આવલિકા શેષ આયુ રહે ત્યારે ઉદયાવલિકા ઉપરની તે સમયપ્રમાણ સ્થિતિને પોતપોતાની ઉદયાવલિકાના નીચેના સમયાધિક ત્રીજા ભાગમાં જે સંક્રમાવે તે તેનો જઘન્યસ્થિતિ સંક્રમ કહેવાય છે, અને તેના સ્વામી તે તે આયુના ઉદયવાળા આત્માઓ છે.
અહીં જઘન્ય સમય પ્રમાણ સ્થિતિને આત્મા તથાસ્વભાવે ઉદયાવલિકાના પ્રથમ સમયથી–ઉદય સમયથી આરંભી સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે છે. જેમકે આવલિકાના નવ સમય કલ્પીએ તો શરૂઆતના ચાર સમયમાં સંક્રમાવે છે, અન્ય સમયોમાં સંક્રમાવતો નથી.