Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૩૮
પંચસંગ્રહ-૨ યોગસ્થાનમાં વર્તમાન આત્મા ઘણાં કર્મપુદગલો ગ્રહણ કરે છે, અને ઉત્કૃષ્ટ સંક્લેશસ્થાનમાં વર્તમાન આત્મા ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે, ઘણાં કર્મયુગલોની ઉદ્વર્તન કરે છે, અને અલ્પ દલની અપવર્તન કરે છે. ઘણી ઉદ્ધના અને અલ્પ અપવર્તન કરવાનું કારણ ઉપરનાં સ્થાનકોને કર્મદલથી પુષ્ટ કરવા એ છે.
દરેક ભવમાં આયુબંધકાળે જઘન્યયોગે આયુનો બંધ કરીને, જઘન્ય યોગે આયુનો બંધ કરવાનું કારણ જો કે આયુને યોગ્ય ઉત્કૃષ્ટયોગે વર્તતો આયુકર્મનાં ઘણાં પુદ્ગલો ગ્રહણ કરે છે, પરંતુ તથા પ્રકારના જીવસ્વભાવે જ્ઞાનાવરણીયકર્મનાં ઘણાં પુદ્ગલોનો ક્ષય કરે છે. અહીં માત્ર જ્ઞાનાવરણીયકર્મનાં જ ઘણાં યુગલોનો ક્ષય થવાનું કહ્યું તેમાં જીવસ્વભાવ જ કારણ છે. કોઈપણ કર્મનાં ઘણાં પુદ્ગલો સત્તામાંથી ઓછાં થાય તેનું અહીં પ્રયોજન નથી માટે જઘન્યયોગે આયુબંધ કહ્યો છે.
ઉપરનાં સ્થિતિસ્થાનકોમાં કર્મપુદ્ગલોને ગોઠવવારૂપ નિષેક પોતપોતાની ભૂમિકાને અનુસરીને ઘણો કરીને, ઉપરનાં સ્થાનકોમાં વધારે નિક્ષેપ કરવાનું કારણ નીચેનાં સ્થાનકો તો ઉદય દ્વારા ભોગવાઈ ક્ષય થઈ જશે, પરંતુ ઉપરનાં સ્થાનકોમાં ગોઠવાયેલાં દલિકો જ ગુણિતકર્માશ થતા સુધી ટકી શકશે માટે ઉપરનાં સ્થાનકોમાં પોતપોતાની ભૂમિકાને અનુસારે વધારે ગોઠવવાનું કહ્યું છે. આ રીતે બાદર પૃથ્વીકાયમાં પૂર્વક્રોડ પૃથક્વાધિક બે હજાર સાગરોપમન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પર્યત રહીને ત્યાંથી નીકળે, નીકળીને બાજરત્રસકાયમાં ઉત્પન્ન થાય. ૮૬.
બાદરત્રસમાં ઉત્પન્ન થઈને ગુણિતકર્માશને અંગે કઈ કઈ વિધિ કરવાની છે તે કહે છે –
बायरतसकालमेवं वसित्तु अंते य सत्तमक्खिइए । लहुपज्जत्तो बहुसो जोगकसायाहिओ होउं ॥८७॥ बादरत्रसकालमेवमुषित्वा अंते च सप्तमपृथिव्यां ।
लघु पर्याप्तः बहुशः योगकषायाधिको भूत्वा ॥८७॥ અર્થ–બાદરત્રસમાં પણ એ પ્રકારે પોતાના કાયસ્થિતિકાળ પર્યત રહીને, અને છેવટે સાતમી નરકમૃથ્વીમાં શીઘ્ર પર્યાપ્તપણે પામીને અને ત્યાં ઘણી વાર ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ કષાયવાળો થઈને.
ટીકાન–૮૫ અને ૮૬મી ગાથામાં ગુણિતકશને યોગ્ય જે વિધિ કહ્યો છે, તે વિધિ કરવા પૂર્વક પૂર્વક્રોડ પૃથક્વ અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ બાદરત્રસકાયના કાયસ્થિતિકાળ પર્યત બાદત્રસમાં રહીને, તેટલા કાળમાં વધારેમાં વધારે જેટલી વાર સાતમી નરકમૃથ્વીમાં જઈ શકાય તેટલી વાર સાતમી નરકમૃથ્વીમાં જાય. તે નારકભવોમાંના છેલ્લા સાતમી નરક પૃથ્વીના ભાવમાં સઘળાં બીજાં નારકોથી શીઘ્ર પર્યાપ્તભાવને પ્રાપ્ત થાયશીઘ પર્યાપ્તા થાય. અપર્યાપ્તાવસ્થામાં કાળ ઓછો જાય એટલા માટે શીધ્ર પર્યાપ્તભાવ પામવાનું કહ્યું છે. તથા તે સાતમી નરકપૃથ્વીમાં અનેક વાર ઉત્કૃષ્ટ યોગસ્થાનક અને ઉત્કૃષ્ટ કષાયોદયજન્ય