Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
પ્રકૃતિઓ સંક્રમે છે. અથવા ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતા બાવીસની સત્તાવાળો ક્ષાપોપશમિકં સમ્યગ્દષ્ટિ સમ્યક્ત્વમોહનીયને ક્યાંય પણ સંક્રમાવતો નથી તેથી તેને એકવીસ સંક્રમે છે. અથવા ક્ષપકશ્રેણિમાં વર્તમાન ક્ષપકને જ્યાં સુધી આઠ કષાયોનો ક્ષય થયેલો નથી હોતો ત્યાં સુધી એકવીસ પ્રકૃતિ સંક્રમમાં હોય છે.
૨૩૮
ઉપશમશ્રેણિમાં વર્તમાન ઉપશમ સમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત એકવીસ પ્રકૃતિમાંથી જ્યારે સ્રીવેદ ઉપશમે ત્યારે શેષ વીસ પ્રકૃતિ સંક્રમે છે. અથવા ઉપશમશ્રેણિનો સ્વીકાર કરનાર ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહનીયનું જ્યારે અંતકરણ કરે ત્યારે પૂર્વે કહેલ યુક્તિથી સંજ્વલન લોભનો સંક્રમ થતો નહિ હોવાથી તેના સિવાય વીસ પ્રકૃતિ સંક્રમમાં હોય છે.
ત્યારપછી નપુંસકવેદ જ્યારે ઉપશમે ત્યારે ઓગણીસ, અને સ્રીવેદ ઉપશમે ત્યારે ઉપશમશ્રેણિમાં વર્તમાન તે જ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને અઢાર પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે.
ઉપશમશ્રેણિમાં વર્તમાન ઔપશમિક સમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત વીસમાંથી જ્યારે છ નોકષાયો ઉપશમે ત્યારે શેષ ચૌદ પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે. ત્યારપછી તેમાંથી પુરુષવેદ ઉપશમે ત્યારે તેર પ્રકૃતિઓ સંક્રમે છે. અથવા ક્ષપકશ્રેણિમાં વર્તમાન ક્ષપકને પૂર્વોક્ત એકવીસ પ્રકૃતિમાંથી આઠ કષાયોનો ક્ષય કરે ત્યારે તેર પ્રકૃતિઓ સંક્રમે છે. તેને જ જ્યારે ચારિત્રમોહનીયનું અંતકરણ કરે ત્યારે બાર પ્રકૃતિઓ સંક્રમે છે. કારણ કે અંતકરણ કર્યા પછી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો ક્રમપૂર્વક સંક્રમ થતો હોવાથી સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી. અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત અઢાર પ્રકૃતિમાંથી છ નોકષાયો ઉપશમે ત્યારે શેષ બાર પ્રકૃતિઓ સંક્રમે છે.
ત્યારપછી પુરુષવેદ ઉપશમે ત્યારે તેને જ અગિયાર પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે. અથવા ક્ષપકને પૂર્વોક્ત બારમાંથી નપુંસકવેદનો ક્ષય ત્યારે શેષ અગિયાર પ્રકૃતિઓ સંક્રમે છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન ઉપશમ સમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત તેર પ્રકૃતિમાંથી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ઉપશમે ત્યારે અગિયાર પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે. .
ક્ષપકશ્રેણિમાં વર્તમાન ક્ષપકને પૂર્વોક્ત અગિયારમાંથી સ્રીવેદનો ક્ષય થાય ત્યારે દશ પ્રકૃતિઓ સંક્રમે છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન ઉપશમસમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત અગિયારમાંથી સંજ્વલન ક્રોધ ઉપશમે ત્યારે શેષ દશ પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે.
ઉપશમશ્રેણિમાં વર્તમાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિ પૂર્વોક્ત અગિયારમાંથી અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ઉપશમે ત્યારે શેષ નવ પ્રકૃતિઓ સંક્રમે છે. તેને જ સંજ્વલન ક્રોધ ઉપશમે ત્યારે આઠ પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન ઉપશમ સમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત દશમાંથી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશમે ત્યારે શેષ આઠ પ્રકૃતિઓ સંક્રમે છે. તેને જ સંજવલન માન ઉપશમે ત્યારે સાત પ્રકૃતિઓ સંક્રમે છે.
ઉપશમશ્રેણિમાં વર્તમાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પૂર્વોક્ત આઠમાંથી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશમે ત્યારે શેષ છ પ્રકૃતિઓ સંક્રમે છે. તેને જ સંજ્વલન માન ઉપશમે ત્યારે શેષ પાંચ પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન ઔપમિક