Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૫૬
પંચસંગ્રહ-૨
અસંખ્યાતગુણ સંક્રમે છે. આ ક્રમે પ્રતિસમય સમ્યત્વ અને મિશ્રમોહનીયમાં મિથ્યાત્વમોહનીયનો ગુણસંક્રમ અંતર્મુહૂર્ત પર્યત થાય છે. ત્યારપછી જેનું સ્વરૂપ પહેલાં કહેવાયું છે તે વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. ૨૩
गुणसंकमेण एसो संकमो होइ सम्ममीसेसु ।। अंतरकरणंमि ठिओ कुणइ जओ स पसत्थगुणो ॥२४॥ .. गुणसंक्रमेणैषः संक्रमो भवति सम्यक्त्वमिश्रयोः ।
अन्तरकरणे स्थितः करोति यतः स प्रशस्तगुणः ॥२४॥ અર્થ–સમ્યક્ત તથા મિશ્રમોહનીયમાં ઉપર કહ્યો તે પ્રમાણે સંક્રમ ગુણસંક્રમ વડે થાય છે. અને તે અંતરકરણમાં રહ્યો છતો કરે છે. કારણ કે ત્યાં આત્મા પ્રશસ્તગુણ યુક્ત છે.
ટીકાનુ–મિથ્યાત્વમોહનીયનાં પુગલોનો મિશ્ર તથા સમ્યક્વમોહનીયમાં પૂર્વની ગાથામાં જેનું સ્વરૂપ કહ્યું તે સંક્રમ ગુણસંક્રમ વડે થાય છે. કારણ કે અહીં અંતરકરણમાં રહેલો આત્મા ઉપશમસમ્યક્ત રૂપ પ્રશસ્તગુણ યુક્ત છે. પ્રશસ્તગુણ યુક્ત આત્મા સંક્રમ કરે છે, તેથી અંતરકરણમાં રહેલાને ગુણસંક્રમ પ્રવર્તે છે. કેમ કે અહીં તેનું લક્ષણ ઘટે છે.
ગુણસંક્રમનું લક્ષણ આ પ્રમાણે છે-“અપૂર્વકરણથી આરંભીને અબધ્યમાન અશુભ પ્રકૃતિનાં દલિકોને પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાત-અસંખ્યાત ગુણકારે સ્વજાતીય બંધાતી પ્રકૃતિરૂપે કરવા તે ગુણસંક્રમ કહેવાય છે.'
જ્યારે ઉપર કહેલા લક્ષણમાં અપૂર્વકરણથી આરંભી ગુણસંક્રમ થાય એમ કહ્યું ત્યારે એમ શંકા થાય છે કે મિથ્યાત્વમોહનીયનો ઉપશમ કરતાં અપૂર્વકરણે ગુણસંક્રમ કેમ થતો નથી? તેના ઉત્તરમાં કહે છે કે, તે વખતે મિથ્યાત્વમોહનીયકર્મનો બંધ થાય છે. મિથ્યાત્વમોહનીયનો
જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી બંધ પણ હોય છે. અનિવૃત્તિકરણના ચરમ સમય પર્યત ઉદય છે માટે બંધ પણ ત્યાં સુધી છે. બંધાતી પ્રકૃતિનો ગુણસંક્રમ થતો નથી અને અંતરકરણમાં તેનો ઉદય નથી માટે બંધ પણ નથી, તેથી અંતરકરણમાં મિથ્યાત્વમોહનીયનો ગુણસંક્રમ પ્રવર્તે છે તેમ કહ્યું છે. ૨૪
गुणसंकमेण समगं तिण्णि थक्वंत आउवज्जाणं । मिच्छत्तस्स उ इगिदुगआवलिसेसाए पढमाए ॥२५॥ गुणसंक्रमेण समकं तिस्रोऽपि तिष्ठन्ति आयुर्वर्जानाम् ।
मिथ्यात्वस्य तु एकद्वयावलिकाशेषायां प्रथमायाम् ॥२५॥
અર્થ –ગુણસંક્રમ સાથે જ આયુવર્જિત બાકીના કર્મમાં ત્રણે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, થાકે છે–બંધ પડે છે. મિથ્યાત્વમોહનીયની પ્રથમ સ્થિતિની એક અને બે આવલિકા બાકી રહે ત્યારે અનુક્રમે સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ બંધ થાય છે.
ટીકાનુ–જ્યાં સુધી મિથ્યાત્વમોહનીયનો ગુણસંક્રમ થાય છે ત્યાં સુધી આયુવર્જિત