Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૨૮
પંચસંગ્રહ-૨
સંક્રમાવે છે. તે કાળે જો ધ્રુવબંધિ કે અધુવબંધિ પ્રવૃતિઓનું દલિક ઘણું બંધાતું હોય, અગર તદ્દભવ બંધ યોગ્ય કેટલીએક અધુવબંધિ પ્રવૃતિઓનો તે વખતે બંધ ન હોય પરંતુ પૂર્વે બંધાયેલું ઘણું દલિક સત્તામાં હોય તો ઘણું સંક્રમાવે છે, થોડું હોય તો થોડું સંક્રમાવે છે. મતલબમાં સત્તામાં રહેલ દલિકને અનુસારે–દલિકના પ્રમાણમાં સંક્રમાવે છે. તે પણ જઘન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ જેવા પ્રકારની યોગપ્રવૃત્તિ હોય તે પ્રકારે સંક્રમાવે છે. જઘન્ય યોગમાં વર્તમાન થોડું દલિક સંક્રમાવે છે, મધ્યમ યોગમાં વર્તમાન મધ્યમ, અને ઉત્કૃષ્ટ યોગમાં વર્તમાન ઘણાં દલિકોને સંક્રમાવે છે. આ કારણથી જ આ સંક્રમનું યથાપ્રવૃત્ત સંક્રમ એવું સાવય નામ છે.
સ્વબંધ યોગ્ય પ્રકૃતિના દલિકને સંક્રમાવે છે એમ કહેતા આચાર્ય મહારાજ આ વસ્તુ જણાવે છે–જો કે કેટલીએક અધુવબંધિ પ્રવૃતિઓનો સંક્રમકાળે બંધ ન હોય તોપણ જે પ્રકૃતિની તે ભવમાં બંધની યોગ્યતા હોય તેઓનો બંધનો અભાવ હોવા છતાં પણ યથાપ્રવૃત્તસંક્રમ પ્રવર્તે છે. જે પ્રકૃતિઓનો બંધ હોય તેનો જ યથાપ્રવૃત્ત સંક્રમ પ્રવર્તે એમ જણાવવું હોત તો “વફ઼માણીગં'- બંધાતી એવો પાઠ લખત. એમ નથી લખ્યું માટે બંધાતી હોય કે તે ભવમાં બંધ યોગ્ય હોય, ભલે સંક્રમકાળે બંધાતી ન હોય તો પણ તેનો યથાપ્રવૃત્ત સંક્રમ પ્રવર્તે છે. ૭૬ હવે ગુણસંક્રમનું સ્વરૂપ કહે છે–
असुभाण पएसग्गं बझंतीसु असंखगुणणाए । सेढीए अपुव्वाई छुभंति गुणसंकमो एसो ॥७७॥ अशुभानां प्रदेशाग्रं बध्यमाना स्वसंख्येयगुणनया ।
श्रेण्या अपूर्वादिः छुभन्ति गुणसंक्रम एषः ॥७७॥
અર્થ—અવધ્યમાન અશુભ પ્રકૃતિઓના પ્રદેશોને તત્કાળ બંધાતી પ્રકૃતિમાં અસંખ્ય ગુણશ્રેણિએ અપૂર્વકરણ આદિ જીવો જે સંક્રમાવે તે ગુણસંક્રમ' કહેવાય છે.
ટીકાન–અબળમાન અશુભ પ્રકૃતિનાં દલિકોને પ્રતિસમય અસંખ્ય ગુણશ્રેણિએ બધ્યમાન પ્રકૃતિઓમાં અપૂર્વકરણ આદિ ગુણસ્થાનવર્સી આત્માઓ જે સંક્રમાવે છે તે ગુણસંક્રમ કહેવાય છે. પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય-અસંખ્ય ગુણાકારે જે સંક્રમ તે ગુણસંક્રમ એ શબ્દનો વ્યુત્પજ્યર્થ છે.
૧. આ ગુણસંક્રમ અબધ્યમાન અશુભ પ્રવૃતિઓનો થાય છે, અને અપૂર્વકરણ આદિ ગુણઠાણે તેમજ ચતુર્થ ગુણસ્થાનકાદિમાં સાયિક સમ્યક્તાદિ પ્રાપ્ત કરતાં ત્રણ કરણ કરે છે ત્યાં અપૂર્વકરણ આદિ કરણમાં પ્રવર્તે છે. તેમાં અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબંધાતી તમામ અશુભ પ્રવૃતિઓનો ઉપશમ અને ક્ષેપક બંને શ્રેણિમાં ગુણસંક્રમ થાય છે. અને ક્ષાયિક સમ્યક્તાદિ પ્રાપ્ત કરતાં થતા ત્રણ કરણમાંના અપૂર્વકરણાદિમાં મિથ્યાત્વ, મિશ્રમોહનીય અને અનંતાનુબંધી એ છનો જ ગુણસંક્રમ થાય છે. ચોથાથી સાતમા સુધીમાં અનંતાનુબંધિની વિસંયોજના કરતાં અનંતાનુબંધિનો, અને દર્શનાત્રિકનો ક્ષય કરતાં મિથ્યાત્વે તથા મિશ્ર મોહનીય એ બે પ્રકૃતિનો ગુણસંક્રમ થાય છે.