Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
७४४
પંચસંગ્રહ-૨ ચારે ગતિમાં રહેલ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય ક્ષયોપશમ સમ્યક્તી યથાસંભવ ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના જીવો ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિમાં બતાવેલ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે તેમાં ત્રણે કરણોનું સ્વરૂપ પૂર્વે બતાવેલ છે. તેમ અહીં પણ સમજવું. પરંતુ અહીં અનંતાનુબંધિનો બંધ ન હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયથી અનંતાનુબંધિ ચારે કષાયોનો ઉદ્ધલનાનુવિદ્ધ ગુણસંક્રમ શરૂ થાય છે. તેથી બધ્યમાન શેષ મોહનીય કર્મની પ્રકૃતિઓમાં પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે અનંતાનુબંધિનાં દલિકોનો સંક્રમ થાય છે અને અનંતાનુબંધિનો ઉપશમ કરવાનો ન હોવાથી તેનું અંતરકરણ થતું નથી તેમજ અંતરકરણના અભાવે અંતરકરણની નીચેની અને ઉપરની એમ બે સ્થિતિઓ પણ થતી નથી, પરંતુ અનિવૃત્તિકરણના કાળનો એક સંખ્યાતમો ભાગ રહે ત્યારે નીચે એક ઉદયાવલિકા છોડી તે સિવાય સંપૂર્ણ અનંતાનુબંધિનો ક્ષય થઈ જાય છે. અને શેષ રહેલ ઉદયાવલિકાને પણ તિબુક સંક્રમ દ્વારા વેદ્યમાન મોહનીયકર્મની પ્રકૃતિમાં સંક્રમાવી અનંતાનુબંધિની સત્તારહિત થાય છે.
તે પછી અંતર્મુહૂર્ત બાદ અનિવૃત્તિકરણના અંતે શેષ કર્મોના પણ સ્થિતિઘાત, રસઘાત તેમજ ગુણશ્રેણિ બંધ પડે છે. તેથી આત્મા સ્વભાવસ્થ થાય છે.
અનંતાનુબંધિનો ઉપશમ કરીને પણ ઉપશમ શ્રેણિ થઈ શકે છે એમ જે આચાર્ય મ. સાહેબો માને છે, તેઓને મતે અનંતાનુબંધિની ઉપશમનાનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
ક્ષયોપશમ સમ્યqી ચોથાથી સાતમા સુધીના ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં વર્તમાન મનુષ્ય ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિના અધિકારમાં બતાવ્યા મુજબ કરણ કાળ પહેલાં અંતર્મુહૂર્ત સુધી યોગ્યતાઓ પ્રાપ્ત કર્યા પછી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણી કરે છે, પરંતુ અહીં અનંતાનુબંધિનો બંધ ન હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયથી તે ગુણસંક્રમ પણ થાય છે.
તેમજ અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધિનો ઉદય ન હોવાથી એક ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિ રાખીને તેની ઉપર એક સ્થિતિબંધના કાળ પ્રમાણ અંતર્મુહૂર્તકાળમાં અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાંથી અનંતાનુબંધિનાં દલિકો દૂર કરવાની ક્રિયા કરે છે. અર્થાત અંતર્મુહૂર્તમાં ભોગવવા યોગ્ય અનંતાનુબંધિનાં દલિકો ત્યાંથી લઈ બધ્યમાન સ્વજાતીય પ્રવૃતિઓમાં સંક્રમાવે છે, અને તેટલી જગ્યા દલિક વિનાની કરે છે. તેમજ ઉદયાવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિનો વેદ્યમાન પ્રકૃતિઓમાં તિબુક સંક્રમ દ્વારા સંક્રમાવી સત્તામાંથી ક્ષય કરે છે.
જે સમયે અંતરકરણની ક્રિયા પૂર્ણ થાય છે, તેના પછીના સમયથી દ્વિતીય સ્થિતિમાં રહેલ સત્તાગત અનંતાનુબંધિનાં દલિકોને દરેક સમયે અસંખ્યાતગુણ ઉપશમાવતાં અંતર્મુહૂર્વકાળમાં સંપૂર્ણ ઉપશાંત કરે છે. તેથી અંતર્મુહૂર્ત પ્રમાણ ઉપશાંતપણાના કાળમાં સંક્રમણ, ઉદ્ધના, અપવર્તના, ઉદીરણા, નિધત્તિ અને નિકાચના આ છમાંથી કોઈપણ કારણો લાગતાં નથી, તેમજ પ્રદેશોદય કે રસોદય પણ થતો નથી.