Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૬૯
ઉપશમનાકરણ સારસંગ્રહ હોવાથી અધુવએમ ચાર પ્રકારે છે.
ઉત્તરપ્રકૃતિ આશ્રયી–ધ્રુવસત્તાવાળી ૧૩૦ પ્રકૃતિમાંથી ચાર અનંતાનુબંધિ અને મિથ્યાત્વ વિના શેષ ૧૨૫ પ્રકૃતિઓની એકેન્દ્રિયાદિ સઘળા જીવોને યથાસંભવ આઠમા ગુણસ્થાનકના ચરમસમય સુધી દેશોપશમના થાય છે. પણ નવમા ગુણસ્થાનકાદિમાં થતી નથી. માટે ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલ જીવો આઠમા ગુણસ્થાનકના ચરમસમયે આ સઘળી પ્રકૃતિઓની દેશોપશમનાનો વિચ્છેદ કરી ઉપરનાં ગુણસ્થાનકોમાં જઈ ત્યાંથી અદ્ધાક્ષયે પડે તો આઠમા અને ભવક્ષયે પડે તો ચોથા ગુણસ્થાનના પ્રથમ સમયથી પુનઃ શરૂ કરે છે. માટે સાદિ, નવમા ગુણસ્થાનકને ન પામેલા જીવો આશ્રયી અનાદિ, અભવ્યોને કોઈ કાળે વિચ્છેદ થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર-ચાર પ્રકારે હોય છે.
ચાર અનંતાનુબંધિની ક્ષપણા અથવા ઉપશમના કરનાર સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાત્વની સર્વોપશમના કરનાર મિથ્યાષ્ટિ જીવોને પોતપોતાના અપૂર્વકરણના ચરમસમય સુધી જ દેશોપશમન થાય છે. પછી થતી નથી. એથી પોતપોતાની દેશોપશમના વિચ્છેદ થયા પછી પુનઃ પડે ત્યારે શરૂ થાય છે માટે સાદિ, અને પોતપોતાના અપૂર્વકરણના ચરમસમયથી આગળ ન ગયેલ જીવોને અનાદિ અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે તેથી ચાર ચાર ભાંગા થાય છે. *
- સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, ચાર આયુષ્ય, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, દેવદ્ધિક, નરકદ્ધિક, મનુષ્યદ્રિક, જિનનામ અને ઉચ્ચ ગોત્ર આ અઠ્યાવીસ અધુવસત્તાવાળી પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી જ્યારે સત્તામાં હોય છે, ત્યારે જ દેશોપશમના થાય છે તેથી આ અઠ્યાવીસ પ્રકૃતિઓની દેશોપશમના સાદિ-અધ્રુવ એમ બન્ને પ્રકારે હોય છે.
પ્રકૃતિસ્થાન દેશોપશમના તથા સાદ્યાદિ . • બે અથવા તેથી વધારે પ્રકૃતિના સમુદાયને પ્રકૃતિસ્થાન કહેવામાં આવે છે. ત્યાં જ્ઞાનાવરણીય અને અંતરાય આ બે કર્મોના પાંચ-પાંચ પ્રકૃત્યાત્મક એકેક જ સત્તાસ્થાને હોય છે. માટે દેશોપશમનામાં પણ પાંચ પ્રકૃત્યાત્મક એક જ સ્થાન હોય છે. અને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે તેની દેશોપશમના થતી નથી. પરંતુ ત્યાંથી પડે ત્યારે શરૂ થાય છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અપ્રુવ એમ જ્ઞાનાવરણ અને અંતરાયકર્મના પાંચ પાંચ પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના ચાર-ચાર પ્રકારે હોય છે.
દર્શનાવરણીયના છે અને ચાર પ્રકૃતિનાં સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકથી હોય છે માટે તેઓની દેશોપશમના થતી નથી, પરંતુ નવપ્રત્યાત્મક સત્તાસ્થાન ઉપશમશ્રેણિમાં ૧૧માં ગુણસ્થાનક સુંધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો સુધી હોય છે પરંતુ નવમા વગેરે ગુણસ્થાનકે તેની દેશોપશમના થતી નથી. ત્યાંથી પડે ત્યારે શરૂ થાય છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ. એમ દર્શનાવરણના નવપ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના ચાર પ્રકારે હોય છે. પંચર-૯૭