Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સંજ્વલન લોભના અને બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ અને પાંચ અંતરાયના જધન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે, કારણ કે ઉપશમશ્રેણિ કરતાં ક્ષપકશ્રેણિમાં વધારે વિશુદ્ધિ હોય છે. અને પોતપોતાની ઉદીરણાના ચરમસમયે વધારે વિશુદ્ધિ હોય છે. માટે તે તે જીવોનું ગ્રહણ કરેલ છે.
૬૨૪
નિદ્રા અને પ્રચલાના અગિયારમા ગુણસ્થાનકવાળા જીવો સ્વામી છે. આ ગ્રંથકાર મહર્ષિ ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહે નિદ્રા તથા પ્રચલાનો ઉદય માનતા નથી તેથી આ બે પ્રકૃતિઓની ઉદીરણા કરનારમાં અગિયારમા ગુણસ્થાનકવાળા જીવો વધારે વિશુદ્ધ હોવાથી તેઓને ગ્રહણ કરેલ છે. આ કર્મપ્રકૃતિ ચૂર્ણિકાર આદિના મતે બતાવેલ છે. પરંતુ જે મહર્ષિઓ ક્ષીણમોહના દ્વિચરમસમય સુધી આ બે પ્રકૃતિઓનો ઉદય માને છે, તેઓના મતે બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી હોય છે એમ સમજવું.
અપ્રમત્તાભિમુખ તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પ્રમત્તયતિ થીણદ્વિત્રિકના સ્વામી છે. કારણ કે તેની ઉદીરણા કરનારા જીવોમાં તેઓ જ સર્વથી વધારે વિશુદ્ધ હોય છે.
ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર ચારથી સાત ગુણસ્થાનક સુધીના, યથાસંભવ ચારે ગતિમાં સમ્યક્ત્વમોહનીયની સમયાધિક આવલિકા શેષ હોય એવા ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિજીવો સમકિતમોહનીયના સ્વામી છે. કારણ કે તેની ઉદીરણા કરનાર જીવોમાં આ જીવો જ અતિવિશુદ્ધ હોય છે. તેમજ મૃતકરણ અવસ્થામાં કાળ કરી ચારે ગતિમાં જઈ શકે છે. માટે તેવા જીવો સ્વામી કહ્યા છે.
સમકાળે સમ્યક્ત્વ અને સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરનાર મિથ્યાત્વના ચરમસમયવર્તી અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વના, સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ અપ્રત્યાખ્યાનીય ચાર કષાયના, સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી દેશિવરત પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયના તેમજ ત્રીજા ગુણસ્થાનકવાળા જીવો સમ્યક્ત્વ અને ચારિત્ર એક સાથે પ્રાપ્ત કરતા ન હોવાથી અનંતર સમયે સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર ત્રીજા ગુણસ્થાનકના ચરમસમયવર્તી જીવો મિશ્રમોહનીયના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
ચારે આયુષ્યમાં જઘન્યસ્થિતિબંધ સાથે જ જઘન્ય ૨સબંધ થાય છે તેથી જઘન્ય સ્થિતિવાળા પોતપોતાના ભવમાં વર્તતા જીવો તે તે આયુષ્યના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે પરંતુ નરકાયુષ્યના અતિવિશુદ્ધ અને શેષ ત્રણ આયુષ્યના અતિસંક્લિષ્ટ પરિણામી
જાણવા.
અલ્પ આયુષ્યવાળા સૂક્ષ્મવાયુકાય જીવો ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિકષટ્કના તથા પ્રત્યેક નામકર્મના, અલ્પ આયુષ્યવાળા બાદર પર્યાપ્ત વાયુકાય જીવો વૈક્રિયષકના અને અલ્પ આયુષ્યવાળા બેઇન્દ્રિયો ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિક અંગોપાંગના સ્વામી છે.
એકેન્દ્રિયમાંથી વૈક્રિય એકાદશની ઉદ્દલના કરી અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચમાં આવી અલ્પરસ બાંધી ત્યાંથી કાળ કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા નરકમાં