Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૦૧
સત્તામાં રાખેલ પોતપોતાના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચરમખંડને સંક્રમાવતા અનિવૃત્તિ બાદર સંપરાય નામના નવમાં ગુણસ્થાનકવર્તી આત્માઓ જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી છે.
જે કાળે જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે તે કાળે સ્ત્રી, નપુંસકવેદ વર્જીને બાકીની પ્રકૃતિઓની સ્થિતિ, જેટલી સ્થિતિનો જઘન્ય સંક્રમ થાય છે–તેનાથી એક આવલિકા અધિક છે, અને સ્ત્રીવેદ, નપુંસકવેદની અન્તર્મુહૂર્ત અધિક છે.
આવલિકા અને અંતર્મુહૂર્ત અધિક સ્થિતિ કઈ રીતે સમજી શકાય એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે. સ્ત્રીવેદ, નપુંસકવેદ વર્જીને બાકીની પ્રકૃતિઓના પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ ચરમસ્થિતિખંડને નીચેની એક ઉદયાવલિકા છોડીને સંક્રમાવે છે. કેમકે એ ઉદયાવલિકા સંકલ કરણને અયોગ્ય છે. એટલે એ ત્રીસ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસંક્રમ કાળે તેની સ્થિતિ સંક્રમનાર સ્થિતિથી એક આવલિકા અધિક છે.
સ્ત્રીવેદ અને નપુંસકવેદના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચરમખંડને અંતરકરણમાં રહ્યો રહ્યો સંક્રમાવે છે. અંતરકરણમાં કર્મદલિક નથી પરંતુ ઉપર બીજી સ્થિતિમાં છે. અંતરકરણનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. એટલે અંતર્મુહૂર્ત યુક્ત પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સ્ત્રીવેદ, નપુંસકવેદની સ્થિતિ છે. આ પ્રમાણે જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી કહ્યા.
આ પ્રમાણે સ્વામિત્વની પ્રરૂપણા કરી. હવે સાદિ આદિની પ્રરૂપણાનો અવસર છે. તે બે પ્રકારે છે : ૧. મૂળપ્રકૃતિ સંબંધી, ૨. ઉત્તરપ્રકૃતિ સંબંધી. તેમાં પહેલાં મૂળ પ્રકૃતિ સંબંધે સાદિ આદિની પ્રરૂપણા કરે છે–
मूलठिईण अजहन्नो सत्तण्ह तिहा चतुव्विहो मोहे । सेसविगप्पा साई अधुवा ठितिसंकमे होति ॥५०॥ मूलस्थितेरजघन्यः सप्तानां त्रिधा चतुर्विधः मोहे ।
शेषविकल्पा: साद्यधुवाः स्थितिसंक्रमे भवन्ति ॥५०॥ અર્થ–મોહ સિવાય સાત મૂળ પ્રકૃતિનો અજઘન્ય સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે છે, મોહનો અજઘન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે છે. અને શેષ વિકલ્પ સાદિ, સાત એમ બે પ્રકારે છે.
ટીકાનુ–અહીં જઘન્ય સ્થિતિ સિવાય ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીનાં તમામ સ્થિતિસ્થાનોનો અજઘન્યમાં સમાવેશ થાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ સિવાય જઘન્ય સ્થિતિ સુધીના તમામ સ્થાનોનો અનુત્કૃષ્ટમાં સમાવેશ થાય છે. તાત્પર્ય એ કે, સઘળાં સ્થિતિસ્થાનોનો જઘન્ય-અજઘન્ય એ બેમાં અથવા ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ એ બેમાં સમાવેશ થાય છે. જઘન્ય-અજઘન્યાદિનું સ્વરૂપ કહ્યા પછી તેના પર સાદિ આદિ ભાંગા ઘટાવે છે.
મોહનીય સિવાય મૂળ સાત કર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ રીતે–જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો જઘન્ય સ્થિતિસંક્રમ ક્ષીણમોહ ગુણસ્થાનકની સમયાધિક એક આવલિકા શેષ રહે ત્યારે થાય છે. નામ, ગોત્ર, વેદનીય અને આયુ એ ચાર કર્મનો જઘન્ય સ્થિતિસંક્રમ સયોગીકેવલીના ચરમ સમયે થાય છે. આ જઘન્ય