Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૩૦
પંચસંગ્રહ-૨ પુષ્ટ કરી પછી સમ્યક્ત પામી અસંખ્યાત વર્ષ સુધી પુરુષવેદને બંધથી અને અન્ય બે વેદના સંક્રમથી અત્યંત પુષ્ટ કરી અંતે મિથ્યાત્વ પામી પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ આયુષ્ય પૂર્ણ કરી દશ હજાર વરસના આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય ત્યાં અન્ય જીવોની અપેક્ષાએ અત્યંત જલદી પર્યાપ્ત થઈ તુરત જ સમ્યકત્વ પ્રાપ્ત કરી બંધ તથા અન્ય બે વેદના સંક્રમ દ્વારા પુરુષવેદના દલિક સંગ્રહને અત્યંત વધારી ત્યાંથી કાળ કરી મનુષ્યમાં ઉત્પન્ન થાય અને ત્યાં માસપૃથક્વ અધિક આઠ વરસની ઉંમરે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ સર્વસંક્રમ દ્વારા ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપને કરે છે. તે સમયે પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. -
એ જ જીવ અર્થાત પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી જ્યારે ગુણસંક્રમના અંતે સર્વસંક્રમ દ્વારા ક્રોધનો માનમાં, માનનો માયામાં, અને માયાનો લોભમાં ચરમ સ્થિતિઘાતનો ચરમ પ્રક્ષેપ કરે ત્યારે નવમા ગુણસ્થાનકે ક્રમશઃ ક્રોધ, માન અને માયાના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
અહીં ચરમસ્થિતિઘાતનો ચરમપ્રદેશ એટલે બંધવિચ્છેદ સમયથી પૂર્વે સમયોન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકને છોડી તેના પહેલાં બંધાયેલ સત્તાગત દલિકનો ચરમપ્રક્ષેપ સમજવાનો છે, પરંતુ બંધવિચ્છેદ સમયાદિકમાં બંધાયેલ દલિકના બંધવિચ્છેદ પછી સમયોન બે આવલિકા કાળે જે ગુણસંક્રમ દ્વારા ક્ષય કરે છે તેના ચરમ સમયનો સંક્રમ સમજવાનો નથી, કારણ કે તે દલિકો બહુ જ અલ્પ પ્રમાણમાં હોય છે, તેથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થતો નથી.
અનેક ભવમાં ભમતાં ચાર વાર મોહનીકર્મનો ઉપશમ કરી પછીના ભાવમાં માસપૃથક્વ અધિક આઠ વર્ષની ઉંમરે તરત જ ક્ષપણાને માટે તૈયાર થયેલ જીવ અપૂર્વકરણ ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંત્ય સમયે યશકીર્તિના અને નવમા ગુણસ્થાનકે અંતરકરણ કરવાના પૂર્વ સમયે સંજ્વલન લોભના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
જેટલી વાર જીવ અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોએ જાય તેટલી વાર અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનાં ઘણાં દલિકી ગુણસંક્રમ દ્વારા યશ-કીર્તિ અને સંજ્વલનલોભમાં આવે છે, અને સંપૂર્ણ ભવચક્રમાં મોહનીયકર્મનો ઉપશમ ચાર જ વાર થાય છે માટે ચાર વાર મોહનીયકર્મનો ઉપશમ કરવાનું કહેલ છે, તેમજ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ પછી યશકીર્તિ સિવાય નામકર્મની અન્ય કોઈપણ પ્રકૃતિ બંધાતી ન હોવાથી પતઘ્રહના અભાવે યશકીર્તિન સંક્રમ થતો જ નથી માટે આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહેલ છે, અને નવમાં ગુણસ્થાનકે અંતરકરણ કર્યા પછી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો ઉત્ક્રમે સંક્રમ થતો ન હોવાથી સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી તેથી અંતરકરણના પૂર્વ સમયે સંજવલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ કહેલ છે.
એ જ પ્રમાણે ચાર વાર મોહનીયનો ઉપશમ કરી પછીના ભવમાં અનેક વાર વારાફરતી ઉચ્ચ અને નીચ ગોત્રનો બંધ કરી ઉચ્ચ ગોત્રને બંધથી તેમજ નીચ ગોત્રના દલિકના સંક્રમથી ખૂબ જ પુષ્ટ કરી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થવાને ઇચ્છનાર આત્મા જ્યારે પ્રથમ ગુણસ્થાનકે નીચ ગોત્રનો ચરમ બંધ કરે ત્યારે તે નીચ ગોત્રના ચરમસમયે ઉચ્ચ ગોત્રના ઉત્કૃષ્ટ