Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
એમ સમજવું. -
વીર્યંતરાયનો દેશઘાતી ૨સબંધ થયા પછી સંખ્યાતા હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે અપ્રત્યાખ્યાનાવરણ વગેરે બાર કષાય અને નવનોકષાય એમ ચારિત્રમોહનીયની એકવીસ પ્રકૃતિઓનું અંતરકરણ કરવાની ક્રિયા શરૂ કરે છે. તે અંતરકરણ ક્રિયાનો કાળ એક સ્થિતિઘાત અથવા અપૂર્વ સ્થિતિબંધના કાળ સમાન અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
૭૫૩
તે અંતર્મુહૂર્ત પ્રમાણના કાળવાળી અંતરકરણક્રિયા દ્વારા એક જીવ આશ્રયી વેદ્યમાન ચાર સંજ્વલનમાંથી એક સંજ્વલન અને વેદ્યમાન ત્રણમાંથી એક વેદ, એમ બે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ શ્રેણિમાં જ્યાં સુધી પોતપોતાનો ઉદય રહેવાનો છે, ત્યાં સુધી અંતર્મુહૂર્તપ્રમાણ અને શેષ ઓગણીસ પ્રકૃતિઓની આવલિકા પ્રમાણ અને અનેક જીવો આશ્રયી ચાર સંજ્વલન અને ત્રણ વેદની પ્રથમસ્થિતિ શ્રેણિમાં પોતપોતાનો જ્યાં સુધી ઉદય રહેવાનો છે ત્યાં સુધી અંતર્મુહૂર્તપ્રમાણ અને શેષ ચૌદ પ્રકૃતિઓની ઉદયાવલિકા પ્રમાણ રાખી, વચમાં અંતર્મુહૂર્તપ્રમાણ જગ્યામાં રહેલ ભોગવવા યોગ્ય એકવીસ પ્રકૃતિઓનાં દલિકોને ત્યાંથી દૂર કરી હવે પછી બતાવવામાં આવશે, તે પ્રમાણે અન્યત્ર ગોઠવી તેની સાથે ભોગવવા યોગ્ય કરે છે. (જુઓ યંત્ર નં. ૮)
ત્યાં નપુંસકવેદ વગેરે ત્રણ વેદોદયવાળા ત્રણ અલગ અલગ જીવો શ્રેણિનો પ્રારંભ કરે, તો જે સ્થાને નપુંસકવેદે શ્રેણિ માંડનારને નપુંસકવેદનો ઉદયવિચ્છેદ થાય છે તે સ્થાને સ્રીવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો પણ ઉદયવિચ્છેદ થાય છે. માટે આ બન્ને વેદનો સ્વોદયકાળ સમાન છે. અને આ બે વેદે શ્રેણિ માંડનારને જ્યાં વેદોદયનો વિચ્છેદ થાય છે તેના કરતાં પુરુષ વેઠે શ્રેણિ માંડનારને સંખ્યાતગુણ કાળ ગયા પછી પુરુષવેદનો ઉદયવિચ્છેદ થાય છે. આમ અહીં જણાવેલ છે. તેથી પૂર્વોક્ત બે વેદોની અપેક્ષાએ પુરુષવેદનો ઉદયકાળ સંખ્યાતગુણ આવે. પરંતુ ચૂર્ણિકારના મતે પૂર્વોક્ત બે વેદનો ઉદયવિચ્છેદ થયા પછી સંખ્યાત ભાગપ્રમાણ કાળ ગયા બાદ પુરુષવેદનો ઉદયવિચ્છેદ થાય છે. તેથી પૂર્વોક્ત બે વેદોના સ્વોદયકાળથી પુરુષવેદનો સ્વોદયકાળ સંખ્યાતભાગ અધિક હોય છે.
પુરુષવેદે શ્રેણિ માંડનારને જે જગ્યાએ પુરુષવેદનો ઉદયવિચ્છેદ થાય છે, તેના કરતાં સંજ્વલન ક્રોધોદયે શ્રેણિ માંડનારને ક્રોધનો ઉદય અમુક કાળ પછી વિચ્છેદ થાય છે. તેના કરતાં સંજ્વલન માનોદયે શ્રેણિ માંડનારને માનનો ઉદય અમુક કાળ પછી વિચ્છેદ થાય છે. તેના કરતાં સંજ્વલન માયાએ શ્રેણિ માંડનારને અમુક કાળ પછી માયાનો અને તેના કરતાં પણ સંજ્વલન લોભે શ્રેણિ માંડનારને અમુક કાળ ગયા પછી બાદરલોભનો ઉદયવિચ્છેદ થાય છે. માટે પુરુષવેદના ઉદયથી સંજ્વલન ક્રોધાદિ ચારેનો ઉદયકાળ ક્રમશઃ વિશેષાધિક છે. અને પ્રથમ સ્થિતિ પણ પોતપોતાના ઉદયકાળ પ્રમાણ થાય છે. તથા શેષ અનુદિત પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ આવલિકા માત્ર હોય છે, માટે જ પ્રથમ સ્થિતિની અપેક્ષાએ એકવીસે પ્રકૃતિઓની અંતરકરણ રૂપ ખાલી જગ્યા એક સરખી હોતી નથી, પરંતુ સહેજ આગળપાછળ હોવાથી વિષમ હોય છે. અને બીજી ઉપરની સ્થિતિની અપેક્ષાએ અંતરકરણરૂપ ખાલી જગ્યા સમાન હોય છે.
પંચ૨-૯૫