Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૪૪
પંચસંગ્રહ-૨
વિર્ભાગજ્ઞાનમાંથી કોઈપણ સાકારોપયોગ-જ્ઞાનોપયોગે વર્તમાન આત્મા સમ્યક્ત, પ્રાપ્ત કરવાને યોગ્ય છે, અને તેવો આત્મા તેને પ્રાપ્ત કરવા માટે યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરે છે.
ત્રણ કરણનાં નામ આ પ્રમાણે છે –
पढमं अहापवत्तं बीयं तु नियट्टी तइयमणियट्टी । अंतोमुहुत्तियाइं उवसमअद्धं च लहइ कमा ॥५॥ प्रथमं यथाप्रवृत्तं द्वितीयं तु निवृत्तिं तृतीयमनिवृत्तिम् ।
आन्तमौहूर्तिकानि उपशमाद्धां च लभते क्रमात् ॥५॥
અર્થ–પહેલું યથાપ્રવૃત્તિકરણ, બીજું અપૂર્વકરણ અને ત્રીજું અનિવૃત્તિકરણ એ દરેકનો કાળ અંતર્મુહૂર્તનો છે, ત્યારપછી અંતર્મુહૂર્ત કાળપ્રમાણ ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે.
ટીકાનુ–ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરતાં પહેલાં આત્મા ત્રણ કરણ કરે છે–પહેલું યથાપ્રવૃત્તકરણ, બીજું અપૂર્વકરણ અને ત્રીજું અનિવૃત્તિકરણ. આ ત્રણે કરણોમાંના દરેકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. આ પ્રમાણે અનુક્રમે ત્રણે કરણો કર્યા પછી આત્મા ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરે છે, તેનો પણ કાળ અંતર્મુહૂર્ત જ છે. ૫ હવે અનુક્રમે ત્રણે કરણોનું સ્વરૂપ કહે છે –
आइल्लेसु दोसुं जहन्नउकोसिया भवे सोही । जं पइसमयं अज्झवसाया लोगा असंखेज्जा ॥६॥
आद्ययोर्द्वयोः जघन्योत्कृष्टा भवति शुद्धिः ।
यत्प्रतिसमयमध्यवसाया लोका असंख्येयाः ॥६॥ અર્થ–શરૂઆતનાં બે કરણમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે. કારણ કે દરેક સમયે અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે. '
ટીકાનુ–કરણ એટલે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અનંત અનંત ગુણ વધતા આત્મપરિણામ.
આદિનાં બે–ચથાપ્રવૃત્તકરણે અને અપૂર્વકરણે સાથે ચડેલા જીવોમાં અધ્યવસાયનું તારતમ્ય હોય છે. યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણના પ્રથમ સમયને સમકાલે સ્પર્શ કરનારા જીવોમાં તે તે કરણની અપેક્ષાએ કેટલાક જઘન્ય પરિણામી; કેટલાક મધ્યમ પરિણામી અને કેટલાક ઉત્કૃષ્ટ પરિણામી જીવો હોય છે. તેથી જ ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે, શરૂઆતનાં યથાપ્રવૃત્ત અને અપૂર્વ એ બે કરણમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હોય છે. કારણ કે એ બે કરણમાં અનેક જીવોની અપેક્ષાએ પ્રતિસમય તરતમભાવે અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયોવિશુદ્ધિનાં સ્થાનકો છે. તે પણ પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તર ઉત્તર સમયે વધતાં હોય છે.
જેમકે–ચથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે ત્રણે કાલના જીવોની અપેક્ષાએ તરતમભાવે અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ વિશુદ્ધિનાં સ્થાનકો હોય છે. બીજે સમયે ક્ષયોપશમની વિચિત્રતાને