________________
પહેલું સૂત્ર
પંચસૂત્ર
શાસ્ત્રોના જાણકા૨ છે તેમને ઉપચારથી સર્વજ્ઞ કહેવાનો વ્યવહાર પ્રસિદ્ધ છે. (ચૌદ પૂર્વીઓ અને નિમિત્ત શાસ્ત્રના જાણકાર વગેરે ભૂત-ભવિષ્ય-વર્તમાનનું ઘણું જાણી શકે છે.) માટે તેમનો નિષેધ કરવા અહીં‘વીતરાગ’ એ વિશેષણનું ગ્રહણ કર્યું છે.
૯
દેવેંદ્રપૂજિત— અરિહંત ભગવાનની વિશેષતા જણાવવા માટે જ કહે છે કે અરિહંત ભગવાન દેવેંદ્રપૂજિત છે. અરિહંત ભગવાન શક્ર (=પહેલા દેવલોકનો ઇંદ્ર) વગેરે દેવેંદ્રોથી પૂજાયેલા છે. તેમને નમસ્કાર હો.
પૂર્વપક્ષ— જે વીતરાગ અને સર્વજ્ઞ છે તે દેવેંદ્રોથી પૂજાયેલા જ હોય છે. તેથી ‘‘દેવેંદ્રપૂજિત’’ એવા વિશેષણની જરૂ૨ નથી.
ઉત્તરપક્ષ— એમ ન કહેવું. કેમકે મુંડકેવલી વગેરે કેટલાક વીતરાગ અને સર્વજ્ઞ હોવા છતાં દેવેંદ્રોથી પૂજિત નથી=દેવેંદ્રોથી પૂજાય જ એવો નિયમ નથી. પૂર્વપક્ષ— જો એમ છે તો ‘દેવેંદ્ર પૂજિત' એ જ વિશેષણ મૂકો, વીતરાગ વગેરે વિશેષણોની જરૂર નથી.
ઉત્તરપક્ષ— એમ ન કહેવું. કેમકે ગણધર વગેરે વીતરાગ ન હોવા છતાં તેઓ દેવેંદ્રોથી પૂજાય છે. અવીતરાગ એવા ગણધર વગેરેનો નિષેધ કરવા ‘વીતરાગ’ વગેરે વિશેષણોનું ગ્રહણ કર્યું છે.
યથાસ્થિતવસ્તુવાદી— અરિહંત ભગવાનની વિશેષતા બતાવવા માટે જ કહે છે-અરિહંત ભગવાન યથાસ્થિત વસ્તુવાદી છે. યથાસ્થિત એટલે અભિલાપ્ય અને અનભિલાપ્ય વગેરે પ્રકારે રહેલી. યથાવસ્થિત વસ્તુને કહેવાના સ્વભાવવાળા, અર્થાત્ જે વસ્તુ જેવા સ્વરૂપે રહેલી હોય તે વસ્તુને કોઇ જાતના ફેરફાર વિના તેવા સ્વરૂપે જ કહેવાના સ્વભાવવાળા. તેવા અરિહંત ભગવાનને નમસ્કાર હો.
પૂર્વપક્ષ— જે વીતરાગ, સર્વજ્ઞ અને દેવેંદ્રપૂજિત હોય તે યથાસ્થિત વસ્તુવાદી ૧. મુંડકેવલી એટલે સામાન્ય કેવલી. કેવલીના તીર્થંકર કેવલી, ગણધર કેવલી અને સામાન્ય કેવલી એમ ત્રણ પ્રકાર છે. તેમાં સામાન્ય કેવલી દેવેંદ્રપૂજિત હોય જ એવો નિયમ નથી. ૨. અભિલાપ્ય એટલે કહી શકાય તેવી વસ્તુ. અનભિલાપ્ય એટલે ન કહી શકાય તેવી વસ્તુ. કેટલીક વસ્તુઓ જાણવા છતાં કહી ન શકાય. જેમ કે-સાકર કેવી મીઠી છે એમ કોઇ પૂછે તો કહેવું પડે કે મુખથી ન કહી શકાય. સાકરને ચાખવાથી જ ખબર પડે. તેવી રીતે મુક્તિમાં કેવું સુખ છે તે મુખથી ન કહી શકાય. સિદ્ધ ભગવંતો તેને અનુભવથી જાણી શકે છે. અહીં આદિ શબ્દથી નિત્ય-અનિત્ય, સતુ-અસત્, સામાન્ય-વિશેષ વગેરે સમજવું.