Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 189
________________ પંચસૂત્ર ૧૭૬ ચાર ભાવનાના સોળ ભેદો (૨) પરિશિષ્ટ-૬ ચાર ભાવનાના સોળ ભેદો (પાંચમા સૂત્રમાં “અયોગ્યને જિનાજ્ઞા ન આપવામાં કરુણા છે' એ વિષયના વર્ણનમાં નિબંધન કરુણાનો” ઉલ્લેખ કર્યો છે. આથી અહીંચાર ભાવનાના સોળ ભેદોનું વર્ણન કરવામાં આવે છે.) મૈત્રી ભાવનાના ચાર ભેદ ઉપકારી, સ્વજન, અન્યજન અને સામાન્યજન-આ ચાર સંબંધી મૈત્રી ચાર પ્રકારની હોય છે. (૧) ઉપકારી-ઉપકારીએ કરેલા ઉપકારની અપેક્ષાએ જે મૈત્રી–મિત્રભાવ તે ઉપ કારી મૈત્રી જાણવી. રવજન-ઉપકારની અપેક્ષા રાખ્યા વિના પણ સગાવહાલાની બુદ્ધિથી જનાલપ્રતિબદ્ધ (પેટની ઘૂંટીમાં જે માતાની નાળ હોય છે તે જેની સમાન હોય અર્થાત્ એક જ માતાની કુખે જન્મેલ એવા કાકા, ફઇ, મામા-માસી તથા તેનો જે વ્યક્તિ સાથે પરંપરાસંબંધ છે તે ભત્રીજા-ભત્રીજી, ભાણિયાભાણેજી વગેરે) હોય તેવા પોતાના સગાવહાલા ઉપર જે મિત્રભાવ હોય તે સ્વજન મૈત્રી જાણવી. (૩) અન્યજન-ઉપકારી અને સ્વજનથી ભિન્ન એવા જે પરિચિત માણસની સાથે પોતાના પૂર્વજોએ સંબંધ રાખેલો હોય અથવા પોતે સંબંધ-પરિચય-ઓળખાણ કરેલ હોય તે વ્યક્તિને વિષે ઓળખાણ હોવાના કારણે થતો જે મિત્રભાવ તે અન્યજન મૈત્રી જાણવી. (૪) સામાન્યજન-જે હિતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે સામાન્યજન મૈત્રી જાણવી. ઉપકારી-અનુપકારી, સ્વજન-પરજન, પરિચિત-અપરિચિત ઇત્યાદિ ભેદભાવ વિના સર્વ જીવો ઉપર જે હિતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે સામાન્યજન મૈત્રી જાણવી. પ્રમોદ ભાવનાના ચાર ભેદ સર્વસુખને વિષે, સુંદર હેતુને વિષે, સાનુબંધ સુખને વિષે અને ઉત્કૃષ્ટ સુખને

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194