Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 172
________________ પંચ કારણ સમુદાય પંચસૂત્ર પાલનના દ્રવ્ય અભિગ્રહ પાલન અને ભાવ અભિગ્રહ પાલન એમ બે ભેદ છે. તેમાં મિત્રાદ્દષ્ટિમાં રહેલા જીવને દ્રવ્ય અભિગ્રહ પાલન હોય છે, ભાવ અભિગ્રહ પાલન ન હોય એ જણાવવા માટે દ્રવ્ય શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જેને દર્શનમોહનીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થયો હોય તેને ભાવ અભિગ્રહ પાલન હોય, મિત્રાદૃષ્ટિમાં રહેલા જીવને ગ્રંથિભેદ ન થયો હોવાથી આવો ક્ષયોપશમ થયો ન હોય. આથી તેને દ્રવ્ય અભિગ્રહ પાલન હોય. ૧૫૯ સિદ્ધાંતોનું વિધિથી લેખન— અહીં સિદ્ધાંતો એટલે પૂર્વમુનિઓએ રચેલા શાસ્ત્રો, નહિ કે કામશાસ્ત્ર આદિ શાસ્ત્રો. વિધિથી એટલે ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનો સદુપયોગ કરવો વગેરે વિધિથી. (૨૭) લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ગ્રહણ, પ્રકાશન, સ્વાધ્યાય, ચિંતન અને ભાવના એ શ્રેષ્ઠ યોગબીજ છે. લેખન— સારા (=સારા કાગળવાળા) પુસ્તકોમાં સ્વયં સિદ્ધાંતો લખવા. (૨૭મા શ્લોકમાં બીજા પાસે લખાવાનું કહ્યું છે એથી અહીં સ્વયં લખવું એ અર્થ છે.) પૂજન— પુષ્પ, વસ્ત્ર આદિથી શાસ્ત્રની પૂજા કરવી. દાન— ભણનારા સાધુ-સાધ્વી વગેરેને પુસ્તક આદિનું દાન કરવું. શ્રવણ— શાસ્ત્રના આધારે થતા વ્યાખ્યાનનું શ્રવણ કરવું, વાચના— જાતે ધાર્મિક પુસ્તક આદિનું વાંચન કરવું. ગ્રહણ— ગુરુ વગેરેની પાસેથી વિધિપૂર્વક સૂત્રોનું કે અર્થોનું ગ્રહણ કરવું. પ્રકાશન— લીધેલાં સૂત્રો બીજાને આપવા અને સમજેલા અર્થો બીજાને સમ જાવવા. સ્વાધ્યાય— શાસ્ત્ર સંબંધી વાચના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો. ચિંતન— શાસ્ત્રીય ગ્રંથના અર્થનું ચિંતન કરવું. ભાવના— શાસ્ત્રના રહસ્યને=તાત્પર્યાર્થને સમજવાનો પ્રયત્ન કરવો. (૨૮) (યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૩-૨૬-૨૭-૨૮ ગાથાઓના આ. રાજશેખરસૂરિ કૃત ગુજરાતી અનુવાદમાંથી ઉદ્ધૃત)

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194