Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 179
________________ પંચસૂત્ર ૧૬૬ અણગારને વરેલી ઉપમાઓ શાસ્ત્રજ્ઞાનના કલ્લોલથી યુક્ત હોય છે. (૭) સમુદ્ર જળથી પરમ શીતળ હોય છે, તેમ મુનિ ક્ષમારૂપી જળથી શીતલ-શાંત હોય છે. ૫. આકાશની ઉપમા (૧) આકાશ નિર્મળ હોય છે, તેમ મુનિના પરિણામ-અધ્યવસાય નિર્મળ-પવિત્ર હોય છે. (૨) આકાશ વિના આલંબને અદ્ધર રહે છે, તેમ મુનિ કોઇના આધાર-અપેક્ષા વગર જીવન જીવે છે. (૩) આકાશ જીવાદિ પાંચદ્રવ્યનું ભાજન છે, તેમ મુનિ પાંચ મહાવ્રતોનું ભાજન છે. (૪) આકાશ પાણીથી ભીંજાય નહિ, તેમ મુનિને નવા આશ્રવનો લેપ લાગે નહિ. મુનિ નિંદા-સ્તુતિથી લેપાય કે મુંઝાય નહિ. (૫) આકાશ અરૂપી છે, તેમ મુનિ પણ નિશ્ચયથી આત્માને અરૂપી માને છે. (૬) જેમ આકાશ અનંત છે, તેમ મુનિ જ્ઞાનાદિ ગુણથી અનંત છે. (૭) આકાશ શુભાશુભ આધેય પ્રતિ રાગદ્વેષ કરે નહિ, તેમ મુનિ ઉદયમાં આવેલા પોતાના શુભાશુભ કર્મો કે બાહ્ય નિમિત્તો પ્રત્યે રાગ-દ્વેષ કરે નહિ. ૬. વૃક્ષની ઉપમા (૧) વૃક્ષ, શીત-તાપાદિ કષ્ટો સહે છે, તેમ મુનિ પણ શીત-તાપાદિ પરિષહો સહન કરે છે. (૨) વૃક્ષ, પુષ્પ, ફળાદિ આપે છે, તેમ મુનિ શ્રુત અને ચારિત્ર રૂપ ફળો આપે છે. (૩) વૃક્ષના આશ્રયથી પક્ષીઓ વગેરે ઘણા જીવો શાતા પામે છે, તેમ મુનિથી કષાયાદિથી સંતપ્ત જીવો શાતા પામે છે. (૪) જેમ વૃક્ષને કોઇ છેદે, ભેદે તોય તે કોઇ આગળ કહેતું-ફરિયાદ કરતું નથી, તેમ મુનિ પણ કોઇ નિંદા હીલના કરે તોય કદી કશી ફરિયાદ કરે નહિ પણ પ્રસન્ન ભાવે સહન કરે.

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194