________________
પહેલું સૂત્ર
પંચસૂત્ર
રીતે નિર્વાહ કરવાથી (=પાળવાથી) સમ્યગ્ નિરતિચાર બનો. તે અરિહંત આદિ ભગવંતો અચિંત્ય શક્તિથી યુક્ત છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે, ઉત્તમ કલ્યાણના હેતુ છે. પણ પાપી હું મૂઢ છું. અનાદિથી મોહવાસિત છું અને પરમાર્થથી હિતાહિતનો અજાણ છું. અરિહંત આદિના સામર્થ્યથી હું હિતાહિતનો જાણકાર બનું, અહિતથી નિવૃત્ત થાઉં અને હિતમાં પ્રવૃત્ત બનું, સર્વ પ્રાણીઓ પ્રત્યે ઉચિત વર્તન વડે આરાધક બનું. કારણ કે તેમાં મારું હિત છે.
૪૦
હું સુકૃતને ઇચ્છું છું, સુકૃતને ઇચ્છું છું, સુકૃતને ઇચ્છું છું.
ટીકાર્થ— અરિહંત આદિના સામર્થ્યથી— અહીં‘આદિ’ શબ્દથી સિદ્ધ વગેરેનું ગ્રહણ કરવું. અર્થાત્ પંચ પરમેષ્ઠીના સામર્થ્યથી.
સમ્યગ્ વિધિપૂર્વક— જે સુકૃત સૂત્રાનુસારે અનુમોદનીય હોય તે સુકૃતની અનુમોદના થાય તો તે અનુમોદના સમ્યગ્ વિધિપૂર્વક થઇ ગણાય. માટે અહીં મૂત્રાનુસારેળ એમ કહ્યું. જે સુકૃતો સૂત્રાનુસારે અનુમોદનીય ન હોય તેની અનુમોદના સમ્યન્વિધિપૂર્વક નથી. જેમકે કન્યાદાન, ગોદાન, ભૂમિદાન વગેરે દાન સૂત્રાનુસારી નથી. માછલાની જાળ વિના ભૂખે મરતા માછીમારને માછલા પકડવાની જાળનું દાન સૂત્રાનુસારી નથી. કીર્તિ માટે થતું દાન, કેવળ આરોગ્ય માટે પળાતું શીલ, કેવળ આરોગ્ય માટે થતો તપ સૂત્રાનુસારી નથી. કેવળ ભૌતિક શિક્ષણ માટે અપાતું દાન અને પોતાના મિથ્યાધર્મના પ્રચાર માટે થતી માનવસેવા સુત્રાનુસાર નથી. આથી આવા સુકૃતોની અનુમોદના સમ્યગ્ વિધિપૂર્વક નથી.
સમ્યક્ શુદ્ધ આશયવાળી— દેખાવ કરવા માટે કે અન્ય કોઇ લાલચ આદિ માટે થતી અનુમોદના શુદ્ધાશયવાળી નથી. ગુણપ્રાપ્તિ માટે થતી અનુમોદના શુદ્ધાશયવાળી છે. મિથ્યાત્વમોહનીય વગેરે કર્મનો નાશ થાય તો જ ગુણપ્રાપ્તિ માટે અનુમોદના થઇ શકે. માટે અહીં કહ્યું કે કર્મનો નાશ થવાથી સમ્યક્ શુદ્ધ આશયવાળી અનુમોદના બનો.
સમ્યક્ સ્વીકાર રૂપ— પોતે જે સુકૃતોની અનુમોદના કરે છે તે સુકૃતોને પોતે સ્વીકારે- આચરે તો તે અનુમોદના ક્રિયાથી સમ્યક્ સ્વીકાર રૂપ બને. શુદ્ધાશયથી અનુમોદના ક૨વાના કારણે શ્રદ્ધાથી તો સુકૃતોનો સ્વીકાર કર્યો જ છે, પણ ક્રિયાથી સ્વીકાર કર્યો નથી. માટે અહીં ક્રિયાથી સ્વીકાર રૂપ બનો એમ પ્રાર્થના કરી.