Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 190
________________ પંચસૂત્ર ૧૭૭ ચાર ભાવનાના સોળ ભેદો વિષે એમ પ્રમોદ ભાવના ચાર પ્રકારની છે. (૧) સર્વ સુખને વિષે-પોતાનામાં કે બીજામાં રહેલ વૈષયિક સુખને વિષે આનંદ થવો એ પ્રથમ પ્રમોદ ભાવના જાણવી. આ સુખ અપથ્ય આહારથી થયેલ તૃપ્તિથી ઉત્પન્ન થનાર પરિણામે ખરાબ સુખ જેવું છે. પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય=નુકશાન કારક હોય તેવી કુપગ્ય ચીજને ખાવાથી થનાર તૃપ્તિથી જે સુખ ઉત્પન્ન થાય છે તે પરિણામે ખરાબ હોય છે. તેમ વૈષયિક સુખ ભોગવવામાં મજા આવે, પણ તે પરિણામે ભયંકર સજા છે. છતાં પોતાના કે બીજાના વૈષયિક સુખમાં જે આનંદ થાય તે પ્રથમ પ્રમોદ ભાવના જાણવી. આ ઔદયિક ભાવસ્વરૂપ છે. સુંદર હેતુને વિષે-જેનો હેતુ પરિણામે સુંદર એવા સુખને ઉત્પન્ન કરવાની શક્તિવાળો હોય તેવા પોતાના કે બીજાના આ લોકના વિશેષ પ્રકારના સુખને વિશે જે આનંદ થાય તે બીજી પ્રમોદ ભાવના જાણવી. એનો વિષય બનનારું સુખ હિત-મિત એવા આહારને વાપરવાથી થનાર રસાસ્વાદના સુખ જેવું છે. (કે જે પરિણામે સુંદર છે, શક્તિવર્ધક છે, આરોગ્ય દાયક છે, સ્કૂર્તિજનક છે. જંબૂકુમાર, શાલિભદ્ર વગેરેની સમૃદ્ધિ જોઇને આનંદ થાય તેની બીજી પ્રમોદ ભાવનામાં સમાવેશ થઇ શકે એવું જણાય છે.) (૩) સાનુબંધ સુખને વિષે-દેવ-મનુષ્યભવમાં સુખની પંરપરાનો વિચ્છેદ ન થવો તે અનુબંધ કહેવાય. પોતાની અને બીજાની અપેક્ષાએ આ લોક અને પરલોકના અનુબંધયુક્ત સુખને વિશે જે આનંદ થાય તે ત્રીજી અનુબંધ પ્રધાન પ્રમોદ ભાવના જાણવી. (૪) ઉત્કૃષ્ટ સુખને વિષે-મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર (આત્માના) પ્રકૃષ્ટ સુખને વિશે જે આનંદ થાય તે ઉત્કૃષ્ટ સુખ પ્રધાન એવી ચોથી પ્રમોદ ભાવના જાણવી. કરુણા ભાવનાના ચાર ભેદ મોહ, અસુખ, સંવેગ અને અન્ય હિતથી યુક્ત એમ કરુણા ચાર પ્રકારની હોય છે. (૧) મોહ-મોહ = અજ્ઞાન. અજ્ઞાનથી યુક્ત એવી કરુણા એ ગ્લાન વ્યક્તિએ

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194