Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 174
________________ પંચસૂત્ર ૧૬૧ પંચ કારણ સમુદાય થાય તે નિયતિ. આને ભવિતવ્યતા પણ કહેવામાં આવે છે. જે થવાનું હોય તે અવશ્ય થાય તે ભવિતવ્યતા. બીજા શબ્દોમાં કહીએ તો ભવિતવ્યતા એટલે ભાવીભાવ. જ્યાં કર્મ વગેરે કારણો અત્યંત ગૌણ હોય અને ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યાં ભવિતવ્યતા મુખ્ય ભાગ ભજવે છે. જેમ કે નયસારને જંગલમાં સમ્યકત્વની પ્રાપ્તિ થઇ. અહીં એ પ્રશ્ન થાય કે કોઇ ગામમાં કે શહેરમાં ઉપદેશ સાંભળતાં સમ્યકત્વની પ્રાપ્તિ ન થતાં જંગલમાં જ ઉપદેશ સાંભળતાં સમ્યકત્વની પ્રાપ્તિ કેમ થઇ ? આના ઉત્તરમાં કહેવું પડે કે નયસારની તેવી ભવિતવ્યતા હતી કે જંગલમાં જ ઉપદેશ સાંભળતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય. કર્મ-ભૌતિક સુખની સામગ્રી કે ધર્મ પામવામાં કર્મ પણ પૂર્ણ ભાગ ભજવે છે. માણસ ધન મેળવવા ગમે તેટલો પુરુષાર્થ કરે છતાં પુણ્યકર્મનો ઉદય ન હોય તો ધન ન મળે. પુણ્યકર્મનો ઉદય થાય તો વગર પુરુષાર્થે પણ ધન મળી જાય. શ્રીમંતના ઘરે કે રાજાના ઘરે જન્મ પામનારે ધનપ્રાપ્તિ માટે કોઇ પુરુષાર્થ કર્યો નથી. છતાં તેને જન્મતાં જ ધન મળે છે. પાપનો ઉદય થતાં સુખી પણ દુઃખી બની જાય છે. ત્રણ ખંડના માલિક કૃષ્ણનું જંગલમાં બાણ વાગવાથી મૃત્યુ થયું એ કર્મનો જ પ્રભાવ છે. કર્મના પ્રભાવથી જ રામને વનવાસ કરવો પડ્યો. તેવી રીતે પુણ્યોદય થાય અને કર્મની સ્થિતિ ઘટે તો જ ધર્મની પ્રાપ્તિ થાય. માનવભવ, આર્યદેશ વગેરે સામગ્રી મળે તો જ ધર્મશ્રવણ, સંયમ વગેરે ધર્મની પ્રાપ્તિ થાય. આ બધી સામગ્રી પુણ્યકર્મના ઉદયથી જ મળે. આયુષ્ય સિવાય સાત કર્મની સ્થિતિ અંતઃકોડાકોડિ સાગરોપમ પ્રમાણ થાય ત્યારે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. તેમાંથી પણ બે થી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે જ દેશવિરતિની પ્રાપ્તિ થાય. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મ સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય. પુરુષાર્થ– ખેતર, વર્ષાદ, અનાજ વગેરે બધી સામગ્રી હોય, પણ ખેડૂત બીજ વાવવાનો પુરુષાર્થ જ ન કરે તો ધાન્ય કેવી રીતે મળે ? વૈદ્ય, દવા વગેરે બધું મળી જાય પણ દર્દી દવા જ ન લે તો આરોગ્યની પ્રાપ્તિ ન થાય. એ જ રીતે માનવભવ, ચરમાવર્તકાળ, કર્મલઘુતા વગેરે મળી જવા છતાં ધર્મપુરુષાર્થ ન કરે તો આત્મહિત ન સાધી શકાય. પ્રસ્તુતમાં પાપકર્મનો નાશ તથાભવ્યત્વનો પરિપાક વગેરેથી થાય છે તેમ કહ્યું છે. આથી પંચસૂત્રમાં કહ્યા મુજબ તથાભવ્યત્વનો

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194