Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 191
________________ પંચસૂત્ર ૧૭૮ ચાર ભાવનાના સોળ ભેદો માંગેલ અપથ્ય વસ્તુને આપવાના અભિલાષા જેવી છે. (કતલખાનું શરુ કરવા ઇચ્છતા ગરીબ કસાઇને આધુનિક યંત્ર વસાવવા માટે જરૂરી આર્થિક સહાય કરવાની ઇચ્છા એ પણ મોહગર્ભિત કરુણા જાણવી.) (૨) અસુખ-જે પ્રાણી પાસે સુખ ન હોય તેને લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર, આસન વગેરે આપવા સ્વરૂપ બીજી કરુણા સુખાભાવ ગર્ભિત જાણવી. (૩) સંવેગ-મોક્ષાભિલાષા સ્વરૂપ સંવેગના લીધે સાંસારિક દુઃખથી છોડાવ વાની ઇચ્છાથી સુખી એવા જીવોને વિશે પણ છઘસ્થ જીવોની સ્વાભાવિક રીતે સ્નેહસંબંધથી જે કરુણા પ્રવર્તે તે ત્રીજી કરુણા સંવેગ ગર્ભિત જાણવી. (૪) અચહિત-જેની સાથે સ્નેહનો વ્યવહાર ન હોય એવા પણ સર્વ જીવોના હિતથી, કેવલીની જેમ મહામુનિઓની સર્વ જીવોના અનુગ્રહમાં તત્પર એવી ચોથી કરુણા હિતગર્ભિત જાણવી. ઉપેક્ષા ભાવનાના ચાર ભેદ કરુણાસાર, અનુબંધસાર, નિર્વેદસાર અને તત્ત્વસાર એમ ચાર પ્રકારની ઉપેક્ષા જાણવી. (૧) કરુણાસાર-કરુણા શબ્દનો અર્થ છે મોહયુક્ત કરુણા. કરુણા જેનો સાર હોય તે કરુણાસાર ઉપેક્ષા, અર્થાત્ મોહયુક્ત કરુણાથી થતી ઉપેક્ષા કરુણાસાર ઉપેક્ષા. જેમ કે સ્વચ્છંદતાથી અપથ્યને ખાનાર રોગીના અહિતને જાણવા છતાં તેને અટકાવવાનું માંડી વાળીને “અનુકંપાનો ભંગ ન થાવ' એવી બુદ્ધિથી તેની ઉપેક્ષા કરે. (૨) અનુબંધસાર-અનુબંધ ફળની સિદ્ધિ સુધી રહે તેવો કાર્યવિષયક પ્રવાહનો પરિણામ. આ અનુબંધ જેનો સાર હોય તેવી ઉપેક્ષા=અનુબંધસાર ઉપેક્ષા. જેમ કે આળસ વગેરેને લીધે કોઇ માણસ ધનોપાર્જન વગેરેમાં પ્રવૃત્તિ ન કરે તો તેવા અપ્રવર્તમાનને તેનો હિતેચ્છુ આમ તો પ્રવર્તાવે પણ (કાલક્ષેપ કરવાથી) પરિણામે સારા કાર્યની પરંપરાને જોતો કોઇક સમયે મધ્યસ્થતાને ઉદાસીનતાને ધારણ કરે. આ અનુબંધસાર બીજી ઉપેક્ષા જાણવી. (૩) નિર્વેદસાર-સંસારનો વૈરાગ્ય જેનો સાર હોય તેવી ઉપેક્ષા નિર્વેદસાર કહે વાય. જેમ કે નરકાદિ ચારે ય ગતિમાં અનેક વિધ દુઃખોની પરંપરાને

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194